રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આવતીકાલે તા.૨૩થી તા.૧ એપ્રિલ સુધીના ૧૦ દિવસ માર્ચ એન્ડિંગનું મિની વેકેશન રહેશે. તા.૨ એપ્રિલથી હરરાજી સહિતના કામકાજ રાબેતા મુજબ શ થશે. વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાના આદેશથી સેક્રેટરી બી.આર.તેજાણી દ્રારા પ્રસિધ્ધ કરાયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે બેડી મુખ્ય માર્કેટ યાર્ડમાં કામ કરતાં કમિશન એજન્ટો, વેપારીઓ તરફથી વર્ષ–૨૦૨૩–૨૪ના વાર્ષિક હિસાબો પુરા કરવા માટે માર્કેટ યાર્ડમાં ખરીદ–વેચાણનું કામકાજ બધં રાખવા કરેલ નિર્ણય અન્વયે તા.૨૩ માર્ચને શનિવારથી તા.૧ એપ્રિલને સોમવાર સુધી મુખ્ય માર્કેટ યાર્ડનું હરરાજીનું કામકાજ બધં રહેશે તેમજ બેડી મુખ્ય યાર્ડમાં તમામ જણસીની માલ આવકો–વાહનો માર્કેટ યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહી.જેથી આ દિવસો દરમ્યાન માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ માલ વેચવા લાવવો નહી. તા.૨–૪–૨૦૨૪ને મંગળવારથી માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ થશે
આજથી મોટાભાગની જણસીની આવક બંધ
રાજકોટ માર્કેટ યાર્ડમાં પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ માર્ચ એન્ડિંગની ૧૦ દિવસની રજા હોય આજથી જ મોટા ભાગની તમામ જણસીઓ ની આવક બધં કરાઇ છે અને ફકત પડતર જથ્થાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તેમ ઇન્સ્પેકટર કેતનભાઇ ઝાલાવડીયાએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech