BREAKING NEWS

સોરઠિયાવાડી સહિતના વધુ ૧૦ ટ્રાફિક સર્કલ પ્રિમિયમથી અપાશે

  • July 09, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના વધુ ૧૦ ટ્રાફિક સર્કલ પ્રીમિયમથી આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
હવેથી તમામ ટ્રાફિક સર્કલ અને ટ્રાફિક આઇલેન્ડ પ્રીમિયમ વસૂલીને જ આપવા કરાયેલા નિર્ણય મુજબ આ ૧૦ સર્કલ પણ પ્રીમિયમથી અપાશે તેમ મ્યુનિ.વર્તુળોએ જણાવ્યું હતું.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રા વિગતો અનુસાર (૧) સોરઠીયાવાડી સર્કલ, ૮૦ ફટ રોડ (૨) જલગંગા ચોક, સંતકબીર રોડ (૩) સેટેલાઈટ ચોક, પેડક રોડ (૪) બાલક હનુમાન ચોક, પેડક રોડ (૫) આહીર સર્કલ, નહેનગર ૮૦ ફુટ રોડ (૬) માધાપર મેઈન રોડ–એઈમ્સ રોડ જંકશન સર્કલ (૭) સ્વ.નારણભાઈ કુંગસિયા ચોક,વોર્ડ ઓફીસ ૩–ડ સામે, રેલનગર વિસ્તાર (૮) સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ (૯) કોલસાવાડી સર્કલ, ગેબનશાહ પીર રોડ પર આવેલ સર્કલ (૧૦) રેલ્વે સ્ટેશન સામે સાધુ વાસવાણી ચોકનું આઈલેન્ડ જનભાગીદારીથી ડેવલપ કરવા માટે તથા પાંચ વર્ષ માટેના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સહિતના રાઈટસ મેળવવા ઈચ્છુક સંસ્થાઓ, પેઢીઓએ પ્રતિ સર્કલ કે પ્રતિ આઈલેન્ડ નિયત થયેલ અપસેટ વાર્ષિક પ્રિમિયમ ભરવાનું રહેશે. આ માટેનું ટેન્ડર ૨૩.૭.૨૦૨૬નાં રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા, મલ્ટી એકટીવીટી સેન્ટર, ત્રીજો માળ, નાનામવા ચોક સર્કલ, ૧૫૦ ફટ રીંગ રોડ, રાજકોટ ખાતે રજૂ કરવાનું રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News