ભોગાતમાં ગેરકાયદે દરીયાઇ રેતી ભરેલા ૧૦ ટ્રેકટર ડીટેઇન
ભોગાતમાં ગેરકાયદે દરીયાઇ રેતી ભરેલા ૧૦ ટ્રેકટર ડીટેઇન
April 03, 2026 08:12 AM
ભોગાતમાં ગેરકાયદે દરીયાઇ રેતી ભરેલા ૧૦ ટ્રેકટર ડીટેઇન
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ ખાતેથી ગેરકાયદે દરીયાઇ રેતી ભરેલ ૧૦ ટ્રેકટર કલ્યાણપુર પોલીસે ડીટેઇન કર્યા છે અને આ અંગે આગળની કાર્યવાહી માટે દ્વારકા ખાણખનીજ વિભાગને રીપોર્ટ કરવામાં આવ્યો હતો. રેન્જ આઇજી નિર્લીપ્ત રાય તથા દ્વારકા એસપી જયરાજસિંહ વાળાએ જીલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી અટકાવવા તથા અસરકારક કામગીરી કરવા સુચના કરતા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. સવસેટાની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ગૌશાળા પાસે કાચા રસ્તા પર ગેરકાયદે રીતે રેતી ભરેલ ટ્રેકટરો નીકળેલ હોવાની બાતમી હકીકત આધારે હકીકતવાળી જગ્યાએ જતા ૧૦ ટ્રેકટરો દરીયાઇ રેતી ભરેલ મળી આવેલ હોય જેથી આગળની કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગ દ્વારકાને રિપોર્ટ કરવામાં આવેલ છે તેમજ એમવીએકટ ૨૦૭ મુજબ ડીટેઇનની કાર્યવાહી કરવામાં આવી હતી.