માતા-પિતા તમારા બાળકોનું ધ્યાન રાખજો... પતંગ ઉડાવતી વખતે છત પરથી પટકાતા 10 વર્ષના બાળકનું મોત, ગોંડલમાં કરૂણાંતિકા
માતા-પિતા તમારા બાળકોનું ધ્યાન રાખજો... પતંગ ઉડાવતી વખતે છત પરથી પટકાતા 10 વર્ષના બાળકનું મોત, ગોંડલમાં કરૂણાંતિકા
December 19, 2025 11:19 AM
મકર સંક્રાતિ પૂર્વે અને મકર સંક્રાતિ દરમિયાન છત ઉપરથી પડી આખડી જવાના બનાવ વખતો વખત બની રહ્યા છે. ત્યારે સંક્રાતિ પૂર્વે ગોંડલના ઉબાળા ગામે છત પર પતંગ ઉડાવતી વખતે નીચે પટકાતા ઈજાગ્રસ્ત બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળક પટકાયાને એક કલાક સુધી પરિવારે ઘરગથ્થુ ઉપચાર કર્યા હતા એમ છતાં ભાનમાં ન આવતા અંતે સારવારમાં ખસેડાયો હતો. પરંતુ જીવ બચ્યો નહaતો.
બાળકને હોશ ન આવતા વાડી માલિકને જાણ કરી
પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીના અને હાલ ગોંડલના ઉબાળા ગામે રમણીકભાઈ ગજેરાની વાડીમાં ખેત મજૂરી કામ કરતા પરિવારનો 10 વર્ષનો પુત્ર ઈશ્વર રતનાભાઇ ડાવર ગત તા.12ના રોજ વાડીએ આવેલા મકાનની છત ઉપર પતંગ ચગાવતો હતો. ત્યારે અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી બેભાન થયો હતો. પરિવારે સારવારમાં લઇ જવાની બદલે પાણી છાંટવા અને પાણી પીવડાવવા સહિતના ઘરગથ્થું ઉપચાર કર્યા હતા. એમ છતાં બાળકને હોશ ન આવતા વાડી માલિકને જાણ કરતા તાકીદે સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.