BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: ભાણવડના શીવાગામ પાસે રીક્ષામાંથી ૧૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો

  • August 10, 2026 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ભાણવડના શીવાગામ પાસે રીક્ષામાંથી ૧૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ અને જુગારની બંદી નાબૂદ કરવા અંગે મળેલી સૂચના અનુસાર ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. કોઠીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઈ. કિશોરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ભાણવડ તાલુકાના શીવાગામની ગૌશાળા પાસે જાહેર રોડ પર એક પેસેન્જર ટીઆગો રીક્ષા (નં. જીજે-૦૭-વાયઝેડ-૦૨૪૪)ને રોકીને તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન રીક્ષામાંથી ૧૦૦ લીટર દેશી પીવાનો દારૂ (કિંમત રૂા. ૨૦,૦૦૦/-) મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા મળી કુલ રૂા. ૧,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે રીક્ષા ડ્રાઇવર દિનેશભાઇ ઉર્ફે કારીયો પુંજાભાઇ સાદીયા (ઉં.વ. ૩૨, રહે. આંબરડી ગામ, ગરબી ચોક પાસે, તા. ભાણવડ)ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂના આ જથ્થા સાથે સંકળાયેલ અન્ય આરોપી કરશનભાઇ રબારી (રહે. ગપતીયાનેશ, તા. જામજોધપુર) હાજર મળી આવ્યો ન હોય તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જીતુભાઇ સામરાભાઇ જામ દ્વારા ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application