ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન દ્રારા તાજેતરમાં સીઓ ચેકીંગ અંતર્ગત તેમજ નો પાકિગ ઝોનનો ભગં કરી એસટી બસના મુસાફરો છીનવી જતા ૧૦૧ વાહનો ડિટેઇન કરી કુલ .૪,૦૫,૧૮૧ના દંડની વસુલાત કરી હતી તેમ વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું.
વધુમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં ઢેબર રોડ એસટી બસ પોર્ટ એરિયા ઉપરાંત રાજકોટ–અમદાવાદ હાઇવે ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ–જામનગર હાઇવે ઉપર માધાપર ચોકડી, રાજકોટ–ગોંડલ હાઇવે ઉપર ગોંડલ રોડ ચોકડી, રાજકોટ–મોરબી હાઇવે ઉપર બેડી ચોકડી, રાજકોટ–ભાવનગર હાઇવે ઉપર આજી ડેમ ચોકડી તેમજ કાલાવડ રોડ ઉપર કેકેવી ચોક સહિતના એસટી બસ સ્ટોપ ઉપર એસટી બસની રાહ જોઇ ઉભેલા મુસાફરો છીનવી જતા ખાનગી વાહનચાલકોના વાહનો જેમાં ઇકો કાર, તુફાન જીપ, સિટી રાઇડ, મીની બસ અને ખાનગી ટ્રાવેલ્સ કંપનીની મોટી બસ સહિતના વાહનોને એસટી ડિવિઝનની ટીમ દ્રારા આરટીઓ અને ટ્રાફિક પોલીસની મદદથી ડિટેઇન કરી કુલ .૪,૦૫, ૧૮૧ નો દડં વસુલ્યો હતો. યારે અન્ય ૧૪૬ ખાનગી વાહનોને મેમો ફટકારવામાં આવ્યા હતા
કટકીબાજ કંડકટર રંગેહાથ ઝડપાયો ટિકિટ વિના મુસાફરી કરતા ૧૨ ઝબ્બે
એસટી બસોમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન એક બસ કંડકટર કટકી કરતા મતલબ કે મુસાફર પાસેથી પૈસા લઇ ટિકિટ નહીં આપતા રંગેહાથ ઝડપાયો હતો, યારે ટિકિટ વિના મુસાફરી કરતા ૧૨ મુસાફરો ઝડપાયા હતા.રાજકોટ એસટી ડિવિઝનની લાઇન ચેકિંગ સ્કવોડ દ્રારા વિભાગીય નિયામક જે.બી.કલોતરાના માર્ગદર્શન હેઠળ ઉપરોકત ૧૩ કેસ ઉપરાંત અન્ય વિવિધ પ્રકારની ગેરરીતિ, ગેરશિસ્ત અને અનિયમિતતાઓ જેમાં (૧) બસમાં સ્વચ્છતા ન હોવી (૨) બસ અનિયમિત હોવી (૩) ડ્રાઇવર–કંડકટરએ યુનિફોર્મ પહેર્યેા ન હોવો (૪) નિયત બસ સ્ટોપ ઉપર બસ ઉભી ન રાખવી (૫) હાઇ વે ઉપરની હોટેલોમાં ગેરકાનૂની હોલ્ટ (૬) બસમાં નિયત માત્રા કરતા વધુ પેસેન્જર ભરવા (૭) બસમાં આગળ અને પાછળ ટ બોર્ડ ન હોવું (૮) મુસાફરો કે પાસ ધારકો સાથે ડ્રાઇવર–કંડકટરના વાણી, વર્તન અને વ્યવહાર યોગ્ય ન હોવા (૯) નિયત માત્રા કરતા વધુ લગેજ હોવા છતાં લગેજ ટિકિટ ન બનાવવી (૧૦) જોખમી રીતે ડ્રાઇવિંગ વિગેરે સહિતના અન્ય ૪૭ કેસ મળી કુલ ૬૦ કેસ કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMકાલાવડના રીનારી ગામમાં કુંડીમાં ડુબી જતા બાળકનું મૃત્યુ
May 03, 2025 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech