BREAKING NEWS

રાજકોટમાં એસટી બસના મુસાફરો છીનવતાં ૧૦૩ વાહનો ડિટેઇન;૫.૬૧ લાખનો દંડ વસુલ

  • August 07, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન દ્રારા વિભાગીય નિયામક એમ.પી.રાજના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા સી.ઓ. અને નો પાકિગ ઝોનના ભગં અંગેના ચેકિંગ અંતર્ગત વિવિધ પ્રકારની ગેરરીતિઓ અને અનિયમિતતાઓ ઝડપાઇ હતી. ખાસ કરીને એસટી બસ સ્ટેશન, બસ સ્ટોપ્સ અને હાઇવે એન્ટ્રી પોઇન્ટસ ઉપર એસટી બસની રાહ જોઇને ઊભેલા મુસાફરો છીનવી જતાં ૧૦૩ ખાનગી વાહનો જેમાં ઇકો કાર, તૂફાન જીપ, સિટી રાઇડ, મીની બસ, ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લકઝરી બસ વિગેરેને ડિટેઇન કરી કુલ .૪,૭૯,૩૮૨નો દડં તેમજ અન્ય ૧૫૪ વાહનોને પોલીસ મેમો ફટકારીને .૮૧,૭૦૦નો હાજર દડં મળીને કુલ .૫.૬૩ લાખનો દડં વસુલાયો હતો.
યારે લાઇન ચેકિંગ સ્કવોડ દ્રારા વિવિધ ટની એસટી બસોની અંદર ચેકિંગ કરવામાં આવતા ત્રણ એસટી બસમાં મુસાફરો પાસેથી પૈસા લઇને ટિકિટ નહીં આપતા ત્રણ બસ કંડકટર તેમજ ટિકિટ વિના મુસાફરી કરતા ૧૭ મુસાફરો ઝડપાયા હતા. આ સહિત વિવિધ ગેરશિસ્ત, નિયમભગં અને અનિયમિતતાઓ અંગેના ૩૯ કેસ સહિત કુલ ૫૯ કેસ કરી .૭૮૪૩નો દડં વસૂલવામાં આવ્યો હતો. કટકી કરતા ઝડપાયેલા ત્રણેય બસ કંડકટરને સસ્પેન્ડ કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application