BREAKING NEWS

શહેરમાં ગંદકી ફેલાવતા ૧૦૪ દુકાનદારોને રૂ.૫૪,૨૫૦નો દંડ; ૨૯ કિલો ઝબલા જપ્ત

  • July 21, 2026 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં ગંદકી ફેલાવતા તેમજ ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલામાં ચીજ વસ્તુઓ આપતા ૧૦૪ વેપારીઓને ૫૪,૨૫૦નો દંડ ફટકારી ૨૯ કિલો ઝબલા જપ્ત કરવામાં આવ્યા હતા.

મ્યુનિ.ચીફ પર્યાવરણ ઇજનેરે જણાવ્યું હતું કેરાજકોટ મહાપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે મુખ્ય માર્ગો ઉપર પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાના વપરાશ તથા વેચાણ તેમજ ગંદકી ફેલાવતા દુકાનદારો પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૨૯.૨ કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ ૧૦૪ આસામીઓ પાસેથી રૂ ૫૪,૨૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે રાજકોટના નાગરિકો અને વેપારીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે તેઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો. શાકભાજી કે અન્ય ખરીદી માટે પેપર બેગ અથવા તો કાપડની થેલીઓનો જ આગ્રહ રાખવો. ભવિષ્યમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી અને જપ્તીની કામગીરી ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application