BREAKING NEWS

ટ્રાફિક ચલણની APK ફાઇલ ખોલતા જ રાજકોટના વેપારીના ખાતામાંથી રૂ.10,71,000 લાખ સાફ

  • March 05, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રજપૂતપરામાં આવેલ હાઉઝેટ સ્પોર્ટ કોર્નરના માલીકને વોટ્સએપમાં આવેલ આરટીઓ ટ્રાફિક ચલણની એપીકે ફાઇલ ખોલતા જ રૂ..૧૦.૮૭ લાખ ઉપડી જતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


બનાવ અંગે અક્ષર માર્ગ પર મૌલીક હરી સોસાયટી શેરી નં.૧ માં રહેતાં સંદીપભાઈ પ્રવીણચંદ્ર ગાંધી (ઉ.વ.૬૨) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે રજપુતપરા મેઇન રોડ ઉપર હાઉઝટ સ્પોર્ટ કોર્નર નામની દુકાન ચલાવે છે. ગઇ તા.૨૬/૧૨/૨૫ ના અજાણ્યા ૯૧૦૬ ૩૦૨૨૩૨ વોટસએપ નંબર પરથી એક આરટીઓ ટ્રાફિક ચલણ નામની ફાઇલ આવી હતી. તેઓના વાહનના આર.ટી.ઓ.ચલણ આવેલ છે કે નહીં તે જોવા સારૂ આ ફાઇલ ઓપન કરી ડાઉનલોડ કરી ફાઇલ ખોલતા જેમા કાઇ બતાવતુ ન હતુ. દરમિયાન તેમનો ફોન હેંગ થઇ જતાં તેઓ ફાઈલની બહાર નિકળી ગયેલ હતો.


ત્યારબાદ ગઈ તા.૦૬/૦૧/૨૦૨૬ ના તેઓ દુકાનેથી એચડીએફસી બેંક પર રૂ. ૪૧ હજારનો ચેક જમા કરાવવા ગયા હતા. દુકાને પરત આવતો હતો ત્યારે મારા બેંક એકાન્ટમાંથી અલગ અલગ પૈસા કપાયેલનો મેસેજ આવતા તુરંત બેંકે ગયેલ અને બેંકથી જાણવા મળેલ કે તેમના બેંકના ખાતામાથી તેમની જાણ બહાર રૂ. 99,990, રૂ. 50,000, રૂ.4,40,000 અને રૂ. 4,98,000 એમ કુલ રૂ.10,87,790 ના ટ્રાન્ઝેકશન થયાનુ માલુમ પડયું છે.

જેથી તેઓએ તેમના બંને બેંક એકાઉન્ટને સ્ટોપ કરાવેલ અને ત્યાર બાદ મેનેજરે સાયબર ક્રાઇમ બનાવ બનેલ હોય તેવુ જણાવતાં ૧૯૩૦ સાયબર હેલ્પ લાઈન નંબર પર કોલ કરી અરજી કરેલ હતી. જે બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ એસ.ડી.ગિલવા અને ટીમે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application