અમેરિકામાં વ્યાજદરમાં થયેલા ઘટાડાથી ગત સાહે ભારતીય શેર માર્કેટમાં જબરદસ્ત તેજી આવી છે, જે આગળ પણ યથાવત રહેવાની આશા છે. વ્યાજ દરો ઘટવાથી વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ)એ આક્રમક રીતે ભારતીય શેરમાર્કેટમાં ખરીદી કરી છે. માત્ર શુક્રવારે જ એફઆઈઆઈએ ભારતીય શેર માર્કેટમાં ૧૪,૦૦૦ કરોડ પિયાથી વધુનું રોકાણ કયુ છે. જે આગળ પણ યથાવત રહી શકે છે. માર્કેટ વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ સાહે શેર માર્કેટની દિશા વૈશ્વિક વલણ અને વિદેશી રોકાણકારોની ગતિવિધિઓથી નક્કી થશે. અમેરિકા વ્યાજદરોના ઘટાડાથી બહાર આવતા માર્કેટ પર સકારાત્મક પ્રભાવ પડો છે. આ સાહે ૨ મેનબોર્ડ સેગમેંટના આઈપીઓ અને ૯ એસએમઈ સેગમેંટના આઈપીઓ દલાલ સ્ટ્રીટમાં ઘમાલ મચાવવા આવી રહ્યા છે.
આ કંપનીઓ ૯૦૦ કરોડ પિયા એકઠા કરવાની તૈયારીમાં છે. મેનબોર્ડમાં મનબા ફાઈનાન્સ લિમિટેડ અને કેઆરએન હીટ એકસચેન્જના આઈપીઓ આવી રહ્યા છે. આ સાથે જ ૧૪ કંપનીઓનું લિસ્ટિંગ પણ આ સાહે થશે.
રેલિગેયર બ્રોકિંગના અજિત મિશ્રાએ કહ્યું, જ કે, ફેડરલ રિઝર્વના વ્યાજ દરોમાં ઘટાડાની મુખ્ય ઘટનાઓ પાછળ રહી ગઈ છે. પરંતુ આગળ પણ માર્કેટની દિશા માટે દરેકનું ધ્યાન અમેરિકા પર રહેશે. ગુવારે અમેરિકામાં જૂન કવાર્ટરના જીડીપીના આંકડા આવશે. આ ઉપરાંત ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારા –ઘટાડા પર પણ રોકાણકારોની
નજર રહેશે. મોતીલાલ ઓસવાલ ફાઈનાંન્સિયલ સિદ્ધાર્થ ખેમકાના મતે, માર્કેટ ધીરે–ધીરે ઉપર ચઢી રહી છે. અમને આશા છે કે, મજબૂત વિદેશી રોકાણ, સ્વસ્થ ઘરેલુ વૃહદ કારક અને અમેરિકી અર્થવ્યવસ્થામાં મંદી અંગે ઘટતી ચિંતાના કારણે આ સાહે પણ માર્કેટમાં તેજી યથાવત રહેશે. સેન્સેકસ ૮૬,૦૦૦ તો નિટી ૨૬,૦૦૦ના સ્તરે પહોંચી શકે છે. સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ સંતોષ મીણા અનુસાર, ભારતીય શેર માર્કેટ હાલ ભૂ–રાજકીય જોખમથઈ પ્રભાવિત દેખાઈ રહ્યું નથી, પરંતુ તે આગળ માર્કેટ માટે મોટું જોખમ ઉભુ કરી શકે છે. ડેરિવેટિવ સાથે વ્યવહાર કરવાના કારણે આ સાહ માર્કેટમાં ઉતાર–ચઢાવ જોવા મળી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech