વંથલીના શાપુર પંથકમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૧૦ ટ્રક–લોડર સહિત ૧૧ વાહનો ઝબ્બે
વંથલીના શાપુર પંથકમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૧૦ ટ્રક–લોડર સહિત ૧૧ વાહનો ઝબ્બે
June 05, 2026 12:00 PM
જૂનાગઢ ખાણ ખનીજ વિભાગે વંથલી તાલુકાના શાપુર ગામે દરોડો પાડી ગેરકાયદેસર ખનીજ ચોરી વહન કરતા ૯ અને ડમ્પર સહીત ૧૦ વાહનો કબ્જે કર્યા હતા. કુલ ૩.૫ કરોડનો મુદ્દામાલ કબજે કરી વંથલી પોલીસ સ્ટેશનમાં જ તમામ વાહનો રાખવામાં આવતા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખનીજ વાહનોથી ભરચક થયું હતું.જુનાગઢમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની અવારનવાર ફરિયાદો થતી હોય છે. રોયલ્ટી ઇન્સ્પેકટર જયદીપ ગેડિયા, સરવૈયા અમિત વિસર, સુપરવાઇઝર સાગર ચૌહાણ તથા સિકયુરિટી ટિમ દ્રારા વંથલી તાલુકાના શાપુર ગામે વાહનોની તલાસી દીધી હતી અને પૂછપરછમાં મંજૂરી રોયલ્ટી પાસ વગર જ ગેરકાયદેસર ખનીજ ચોરી વહન થતી હોવાનું ખુલ્યું હતું. ખાણ ખનીજ ટીમે ૯ ટ્રક અને એક લોડર સહિત ૩.૫ કરોડની કિંમતના ૧૦ વાહનો કબ્જે કર્યા હતા. ભૂસ્તર વિભાગ દ્રારા ખનીજ ચોરી કરેલું હોય તે વાહનો એક મહિના સુધી કબજામાં રાખવા અંગે નિયમ બનાવવામાં આવ્યો છે જેથી શાપુર ગામેથી ગેરકાયદેસર ખનીજ ચોરી વહન કરતા ૧૧ વાહનો વંથલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. તેમજ ખાણ ખનીજ વિભાગની ટીમે વાહન ચાલકો વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ ટીમે ખનીજનુ વહન કયાંથી થતું હતું આ ઉપરાંત કોના વાહનો હતા કોને આપવાના હતા સહિતની બાબતો અંગે ઐંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે