ખોટો દસ્તાવેજ બનાવવાનાં તથા ઇગ્લીંશ દારૂનાં અલગ-અલગ બે ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતાં ફરતાં આરોપીને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લીધો હતો.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો નાસતા-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જીલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાડી ખોટો દસ્તાવેજ બનાવવાનાં ગુન્હામાં તેમજ વિદેશી દારૂના ગુન્હામાં આમ અલગ-અલગ બે ગુન્હાઓમાં છેલ્લા અગિયાર વર્ષથી નાસતાં-ફરતાં આરોપી શામળારામ માધારામ બિશ્નોઇ-મારવાડી (ઉ. વ. ૫૧, રહે.ભાટીપ ગામ, તા.રાનીવાડા, જી.ઝાલોર, રાજય-રાજસ્થાન) હાલ રાજસ્થાન રાજ્યમાં દાંતીવાસ ગામ ખાતે હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો રાજસ્થાન રાજ્યમાં બાતમીવાળી જગ્યાએ જઇ આરોપીની ટેકનીકલ તથા હ્યુમન સોર્ચની મદદથી તપાસ કરતાં નીચે મુજબનો નાસતો-ફરતો આરોપી હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ અંગે વરતેજ પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.
ઝડપાયેલા આરોપી સામે ભાવનગરના વરતેજ પોલીસના ફસ્ટ ગુ.ર.નં.-૧૦૬/૨૦૧૯ ઈં.ઙ.ઈ. કલમ.-૪૬૫,૪૬૮,૪૭૧,૧૨૦-બી,૩૪, મુજબ અને ભાવનગરના વરતેજ પોલીસના પ્રોહી. ગુ.૨.નં.-૨૦૯/૨૦૧૪ પ્રોહી. એક્ટ કલમ.૬૫(એ)(ઇ),૬૬(બી),૧૧૬(બી), ૯૮(ડી), મુજબનો ગુનો નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના હીરેનભાઇ સોલંકી, દીપસંગભાઇ ભંડારી, નીતીનભાઇ ખટાણા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, ચંન્દ્રસિંહ વાળા, મહેશભાઇ કુવાડીયા, હસમુખભાઇ પરમાર તેમજ પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech