મોતીયાના ઓપરેશન સાથેના વિના મુલ્યે કેમ્પનો લાભ લેવા દર્દીઓને અનુરોધ
ભાટીયાના કિશોર ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી આયોજીત અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ(આંખની) હોસ્પીટલ-રાજકોટ ના નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા નિદાન કરવામાં આવશે. તા.૨૫/૦૫/૨૦૦૫ ને રવીવારના રોજ મોતીયાના ઓપરેશન સાથે ૧૧૮ માં કેમ્પનુ આયોજન ભાટીયા ખાતે સરકારી દવાખાનામાં સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમ્યાન વિના મૂલ્યે રાખવામા આવેલ છે. જેમા આંખના દર્દીઓનુ નિદાન કરી જરૂરીયાતવાળા દર્દીઓને ટીપાં આપવામાં આવશે તથા મોતીયાના ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને રાજકોટની રણછોડદાસબાપુ હોસ્પીટલની બસ દ્વારા રાજકોટ લઈ જઈ, આધુનીક ફેકૌ મશીન દ્વારા ટાંકા વગરનુ ઓપરેશન કરી વિના મુલ્યે નેત્રમણી બેસાડી આપવામા આવશે, તથા દર્દીઓને રહેવા-જમવા તથા ચા-નાસ્તો, ચશ્મા, દવા-ટીપા તથા ઓપરેશનની તમામ સારવાર વિના મુલ્યે કરી કેમ્પના સ્થળે ભાટીયા ખાતે પરત મુકી જવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, દરેક દર્દીનારાયણ ભગવાને આધાર કાર્ડની ઝેરોક્ષ બે કોપી ફરજીયાત સાથે લાવવાની રહેશે, તેમ ભાટીયાના કિશોર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ દત્તાણીએની અખબારી યાદીમાં જણાવાયું છે, અને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.