દ્વારકા: ભાણવડના વિજયપુર વાડી વિસ્તારમાં ૧૨ પત્તાપ્રેમી પકડાયા
ઝંડાવાળા છેલામાં પોલીસ પ્રગટી : ૧.૫૩ લાખનો મુદામાલ મળી આવ્યો
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયએ પ્રોહી જુગાર નેશ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ ખંભાળીયા વિભાગ ખંભાળીયાએ દ્વારા પ્રોહીબીશન તથા જુગારના ગણના પાત્ર કેશો શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ હતું.
ભાણવડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.કે.કોઠીયા નાઓએ ભાણવડ પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફ તથા બીટ/ઓ.પી. ઇન્ચાર્જને પ્રોહી/જુગારના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સુચના તથા માર્ગદશન આપેલ. જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ હતા.
દરમ્યાન સર્વલન્સ સ્ટાફના પો.કોન્સ. લાલાભાઇ ખાટલીયા તથા એ.એસ.આઇ. કિશોરસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. જીતુભાઇ જામ તથા પો.હેડ.કોન્સ નારણભાઇ બેલાને સયુંકતમાં મળેલ હકિકત આધારે ભાણવડ તાલુકાના વિજયપુર ગામ વાડી વિસ્તાર ઝંડા વાળા છેલ્લામાં ટોર્ચ લાઇટના અંજવાળે જાહેરમાં ગંજી પતાના પાના વડે રોન પોલીસ નામાનો જુગાર રમતા નીચે જણાવેલ નામવાળા કુલ-૧૨ આરોપીઓને રોકડા ૪૨,૦૨૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૮ તથા ટોચ લાઇટ નંગ-૦૧ તથા મો.સા. નંગ-૦૪ મળી કુલ કિ.રૂા.૧,૫૩,૦૭૦ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ પો કોન્સ. લાલાભાઈ ખાટલીયાએ ધોરણસર થવા ફરીયાદ રીપોર્ટ આપેલ છે.
ફૈઝલભાઇ મુસાભાઇ બ્લોચ ઉવ.૩૨ ધંધો-મજુરી રહે. તકીયા પાડો, ભાણવડ જી.દેવભુમી દ્વારકા, નિઝામભાઇ સાહમામદભાઇ હીંગોરા ઉવ.૨૬ ધંધો-મજુરી રહે. વિજયપુર ખારી વિસ્તાર, ભરતભાઇ લખમણભાઈ પીપરોતર ઉવ.૩૬ ધંધો-મજુરી રહે વિજયપુર ખારી વિસ્તાર, હમીરભાઇ લખણભાઇ ગોહીલ ઉવ ૫૬ ધંધો-ખેતીકામ રહે વિજયપુર ગામ, યાસીનભાઇ જુસબભાઇ સમા ઉવ.૩૫ ધંધો-મજુરી રહે. વાડી વિસ્તાર, કૌશરભાઇ અજીજભાઇ બ્લોચ ઉવ.૩૬ ધંધો-પ્રા.નોકરી રહે નગરનાકા સૈયદશેરી ભાણવડ, યાસીનભાઇ ઇસ્માઇલભાઇ લંધા ઉવ.૩૨ ધંધો-મજુરી રહે,મેરનાથ અખાડા પાસે, ભાણવડ, નદીમભાઇ રજાકભાઈ બુખારી ઉવ.૩૦ ધંધો-ડ્રાઇવીંગ રહે નગરનાકા પાસે, ભાણવડ, નાસીરભાઇ જુસબભાઇ સમા ઉવ.૩૪ ધંધો-ખેતી રહે. વીજયપુર ગામ વાડી વિસ્તાર, મુખતારભાઇ જુસબભાઈ હિંગોરા ઉવ.૨૨ ધંધો -અભ્યાસ રહે. શીવકૃપા સ્કુલ પાસે , રીઝવાનભાઇ ઉર્ફે કલુ ઇકબાલભાઇ સમા ઉવ.૩૭ ધંધો-મજુરીકામ રહે. રામેશ્વર પ્લોટ, નિતેષભાઇ વિરમભાઈ જાદવ ઉવ.૨૮ ધંધો-મજુરીકામ રહે બતડીયા નેશ ભાણવડ જી.દેવભુમી દ્વારકાને પકડી પાડયા હતા.