BREAKING NEWS

નેપાળના વિનાશક પૂરમાં રાજકોટના એક સહિત ગુજરાતના 18 વ્યક્તિ ગુમ, નામોનું લિસ્ટ આવ્યું સામે

  • August 27, 2026 06:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ગુજરાતનું વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યું છે. પૂરમાં અનેક ભારતીયો લાપતા થયા હોવાની માહિતી વચ્ચે તેમાં ગુજરાતના પ્રવાસીઓ પણ ફસાયા હોવાની આશંકાને પગલે રાજ્ય સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષા અને તેમના પરિવારજનોને જરૂરી માહિતી મળી રહે તે માટે રાજ્યના વિવિધ જિલ્લાની કચેરીઓ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લાપતા ગુજરાતી પ્રવાસીઓ અંગે માહિતી એકત્રિત કરી તેમની શોધખોળ અને સંપર્ક માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતમાંથી 18 વ્યક્તિઓ નેપાળમાં ગુમ હોવાની માહિતી મળી છે. ​​​​​​​

નેપાળ વિનાશક પૂરમાં ગુજરાતના 12 વ્યક્તિ ગુમ

જય કોટેચા-રાજકોટ

દિનેશ પટેલ-અમદાવાદ

ભાવિક રાવલ-અમદાવાદ

અશોક કાપડી- અમદાવાદ

જ્યોતી પટેલ- સુરત

પરેશ પટેલ- સુરત

મિનાક્ષી રામાણી- સુરત

મિહિર પટેલ- વડોદરા

કિન્નરી પટેલ- વડોદરા

રોમા ઈટવાલા- વલસાડ

બિમલ પટેલ- આણંદ

જયમિના પટેલ- આણંદ

ભાવિનકુમાર રજનીકાંત રાવલ - રહેવાસી: મોટેરા-કોટેશ્વર, મૂળ મહેસાણા

ઉમેશ ભોગીલાલ પટેલ: કેનેડિયન નાગરિક (રહેવાસી: નડિયાદ)

આકાંક્ષાબેન ઉમેશ પટેલ: કેનેડિયન નાગરિક (રહેવાસી: નડિયાદ )

ઈશાન પટેલ: અમેરિકન નાગરિક (રહેવાસી: નડિયાદ)

અમિતા અમીન: યુએસ સિટીઝન. છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.

તેજલ પટેલ: યુએસ સિટીઝન. છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.

જિતેન્દ્ર પટેલ: યુએસ સિટીઝન. છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.


કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા કચ્છના તમામ 43 શ્રદ્ધાળુઓ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. યાત્રાળુઓએ મંગળવારે સાંજે જ નેપાળ-ચીનનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો અને તેના આશરે 8 કલાક બાદ વિનાશક પૂર આવ્યું હતું. પૂરનાં પાણીમાં ફ્રેન્ડશિપ બ્રિજ તણાઈ ગયો હતો, જ્યારે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને હેલિપેડને પણ ભારે નુકસાન થયું છે. જોકે, કચ્છથી યાત્રાએ ગયેલા તમામ 43 યાત્રાળુઓ સુરક્ષિત છે અને તેઓ નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા હોવાની માહિતી મળી છે.


પરમિટ ન મળતા બચ્યા અનેક ગુજરાતીઓના જીવ


અમદાવાદમાં નેપાળમાં સર્જાયેલી કુદરતી આપદાને લઈને ટૂર ઓપરેટરે મોટું નિવેદન આપ્યું છે. ટૂર ઓપરેટરના જણાવ્યા મુજબ, પરમિટ ન મળવાના કારણે અનેક ગુજરાતીઓ નેપાળ જતાં અટક્યા હતા, જેના કારણે સંભવિત મોટી મુશ્કેલી ટળી હતી. જો પરમિટ મળી હોત તો 700થી 800 જેટલા ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાઈ શક્યા હોત. ટ્રાફિક મેનેજમેન્ટના કારણે VISA અને પરમિટ ન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ સરકાર અને ડિઝાસ્ટર વિભાગ સાથે મંત્રણા શરૂ કરવામાં આવી છે અને ટૂર ઓપરેટરના દાવા મુજબ, હાલમાં કોઈ ગુજરાતી પ્રવાસી નેપાળમાં ફસાયો નથી.


નેપાળ પૂરમાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા નહિવત, સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

079232-51900

9978405304 

હેલ્પલાઇન નં. 1070 

જે તે જિલ્લાના ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નં. 1077  પર સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application