BREAKING NEWS

દ્વારકામાં હોટલ-રેસ્ટોરન્ટમાથી ૧૨૧ કીલો અખાદ્ય જથ્થો ઝડપાયો, સ્થળ પર નાશ

  • August 25, 2026 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં હોટલ-રેસ્ટોરન્ટમાથી ૧૨૧ કીલો અખાદ્ય જથ્થો ઝડપાયો, સ્થળ પર નાશ

જન આરોગ્ય સાથે ચેડા... ફૂડ શાખાનું સઘન ચેકીંગ

તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશના દર્શનાર્થે મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને સલામત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દ્વારકા શહેરમાં સઘન ફૂડ સેફ્ટી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી દરમિયાન શહેરની કુલ ૯ હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ખાદ્ય સલામતીના નિયમોનું યોગ્ય પાલન ન કરતા બે એકમો સામે કાર્યવાહી માટે ડેઝિગ્નેટેડ ઓફિસર, દેવભૂમિ દ્વારકાને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવા ભલામણ કરવામાં આવી છે. જ્યારે નિયમોના પાલન અંગે એક રેસ્ટોરન્ટ દ્વારા સ્વૈચ્છિક રીતે કામગીરી બંધ કરવાની કાર્યવાહી એટલે કે સેલ્ફ-ક્લોઝર કરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન અસ્વચ્છ સ્થિતિમાં સંગ્રહ કરાયેલા વિવિધ ખાદ્ય પદાર્થો મળી આવતા કુલ ૧૨૧ કિલો ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલી સામગ્રીની અંદાજિત કિંમત રૂ. ૮,૧૨૦ હોવાનું જણાવાયું છે.

તહેવારો દરમિયાન દ્વારકામાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સલામતી જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તેમજ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તે હેતુથી આગામી દિવસોમાં પણ આવી તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application