BREAKING NEWS

જામનગર : હાપા યાર્ડમાં ૧૩હજાર ગુણી મગફળી ઠલવાઇ

  • January 10, 2026 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાપા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારના રોજ ૨૬૭૨૨ ગુણી જણસની આવક નોંધાઇ હતી જેમાં સૌથી વધુ મગફળી ૧૩૦૦૦ અને ડુંગળી ૫૫૦૦ ગુણી આવક થવા પામી હતી સાથોસાથ નવા ચણાની પણ આવક નોંધાઇ હતી જેમાં સુવરડા ગામના ખેડુત વિનોદભાઇ ચાંદ્રા ૩૦ ગુણી લઇને વેંચાણ અર્થે આવ્યા હતા તેમને પ્રતિમણ રૂ.૧૩૫૫ ભાવ મળ્યો હતો જેના કમિશન એજન્ટ રાજેશ્ર્વરી ટ્રેડીંગ હતા. 


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૭૦૦ થી ૮૭૦, બાજરી ૩૦૦ થી ૪૫૦, ઘઉં ૪૦૦ થી ૫૪૬, મગ ૧૩૦૦ થી ૧૬૭૦, અળદ ૮૦૦ થી ૧૪૦૦, તુવેર ૧૦૦૦ થી ૧૩૫૦, ચોળી ૧૦૦૦ થી ૧૨૪૦, મેથી ૮૦૦ થી ૮૫૦, ચણા ૧૧૦૦ થી ૧૩૫૫, ચણા સફેદ ૧૧૦૦ થી ૧૮૬૦, મગફળી જીણી ૧૧૦૦ થી ૧૪૨૦, મગફળી જાડી ૧૦૦૦ થી ૧૩૫૫, મગફળી ૬૬ નં. ૧૧૦૦ થી ૧૫૦૦, મગફળી ૯ નંબર ૧૧૦૦ થી ૧૪૪૦, એરંડા ૧૦૯૦ થી ૧૨૬૧, તલી ૧૮૦૦ થી ૨૦૫૦, રાયડો ૯૭૫ થી ૧૨૧૦, લસણ ૯૫૦ થી ૧૫૩૫, કપાસ ૧૦૦૦ થી ૧૫૮૦, જીરૂ ૨૯૭૫ થી ૪૧૮૫, અજમો ૧૫૦૦ થી ૩૭૫૦, અજમાની ભૂસી ૫૦ થી ૨૫૪૦, ધાણા ૧૪૦૦ થી ૧૯૦૦, મરચા ૧૨૦૦ થી ૫૦૦૦, ડુંગળી સુકી ૪૦ થી ૩૨૦, સોયાબીન ૮૦૦ થી ૯૭૦, વટાણા ૮૦૦ થી ૧૨૦૦ સુધીના ભાવ બોલાયા હતા શુક્રવાર કુલ જણસ ૫૫૯૮૮ મણ ગુણી ૨૬૭૨૨ જે ૯૩૬ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા બીજા ક્રમાંકે જીરૂ અને ત્રીજા ક્રમાંકે અજમો નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application