BREAKING NEWS

યુએઈમાં બસ-ટ્રક અથડાતા ૧૩ નાં મોત મૃતકોમાં ભારતીય નાગરિકો હોવાની શંકા

  • November 25, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સંયુક્ત આરબ અમીરાતના ઉત્તરી વિસ્તારમાં આવેલા રાસ અલ ખૈમાહ શહેરમાં એક બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થતાં 13 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં અન્ય 14 લોકો ઘાયલ થયા છે. ટ્રક રોડની સાઈડમાં ઉભો હતો ત્યારે પાચળથી બસ ટકરાઈ હતી. દુબઈમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું હતું કે મૃતકોમાં અમુક ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં કેટલા ભારતીય નાગરિકોનાં મોત થયાં છે તેની ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી.


જો કે, ભારતીય મિશને મૃતકોના પરિવારજનોનો સંપર્ક કર્યો છે અને તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે.
દૂતાવાસે જણાવ્યું હતું કે, રાસ અલ ખૈમાહમાં થયેલા દુ:ખદ માર્ગ અકસ્માતમાં ભારતીય નાગરિકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 



મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં દૂતાવાસે જણાવ્યું કે તેઓ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને પરિવારજનોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.
દૂતાવાસે મદદની જરૂરિયાત ધરાવતા લોકો માટે 24 કલાક કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 800-46342 પણ જાહેર કર્યો છે. દૂતાવાસે વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું.યુએઈના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રાસ અલ ખૈમાહના અલ વતન રોડ પર એક મુસાફર બસ અને ટ્રક વચ્ચે થયો હતો. 


શરૂઆતમાં મંત્રાલયે અકસ્માતમાં 11 લોકોનાં મોત થયાં હોવાનું જણાવ્યું હતું. જો કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ બે ઘાયલનાં મોત થતાં મૃત્યુઆંક વધીને 13 થયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application