જામનગર પંથકમાં ૭ મહિલા સહિત ૧૩ જુગારીની અટકાયત

  • January 01, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીવાપરમાં તિનપતી, પટણીવાડ અને પુનિતનગરમાં ઘોડીપાસા : રોકડ અને સાહિત્ય જપ્ત

જામનગર નજીક જીવાપર ગામ ખોજા સમાજની વાડીની બાજુની શેરીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતી સાત મહીલા ઝપટે ચડી હતી, પુનીતનગરમાં ઘોડીપાસા ખેલતા ચાર શખ્સ પકડાયા હતા અને પટણીવાડમાં બે જુગારી ઝપટમાં આવ્યા હતા.
જામનગર જીલ્લા પોલીસ ફઅધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જીલ્લામાં પ્રોહી જુગાર સદંતર બંધ કરવા સુચના કરવામાં આવેલ હોય તેમજ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા તથા સર્કલ પીઆઇ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન મુજબ સિકકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી. રબારી, પીએસઆઇ એ.વી. સરવૈયાના માર્ગદર્શન મુજબ દારુ જુગારની પ્રવૃતી સદંતર બંધ કરવા પો.હેડ કોન્સ જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, વિજયભાઇ કારેણા, દિલીપસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જીવાપર ગામે ખોજા સમાજની  બાજુમાં આવેલ શેરીમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ગુલબાનુબેન કિશોરભાઇ મીનસરીયા, અમીનાબેન સમીરઅલી કાનાણી, રસીદાબેન અનવરભાઇ મુખેડા, અલમાસબેન મનોજભાઇ મિનસરીયા, રસીદાબેન રજબઅલી મિનસરીયા, રસીદાબેન આસીફભાઇ પોપટીયા, રેશમાબેન અનીલભાઇ કાનાણી રહે. બધા જીવાપરને રેઇડ દરમ્યાન રુા. ૧૦૪૯૦ તથા ગંજીપાના સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી સર્વેલન્સ સ્કોડના માણસો પીએસઆઇ બી.એસ.વાળા સાથે પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમા હતા, દરમ્યાન પોલીસ કોન્સ ખોડુભા જાડેજા, એએસઆઇ કરણસિંહ જાડેજાને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે પટણીવાડમાં મંદીર પાસે જાહેરમાં બે ઇસમો ઘોડીપાસા વડે રુપીયાના દાવ લગાડી પૈસાની હારજીત કરી જુગાર રમે છે જે હકીકત આધારે રેઇડ કરતા અબુ મહમદહુશેન ખતાઇ રહે. પટણીવાડ ચમારવાસ તથા સુરેશ રમેશ બોરસરા રહે. ગોલારાણાના ડેલામાં જામનગરવાળા પકડાઇ ગયેલ અને આરોપીઓ પાસેથી રોકડા ૧૧૦૪૦ તથા ઘોડીપાસા  સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ત્રીજા દરોડામાં જામનગરના પુનીતનગરમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે રહેતા રમેશ સેફા પરમાર, પુનીતનગરના વિજય હરસુખ મકવાણા, રાહુલ જશરાજ પરમાર અને સંજય રમેશ સોલંકીને સીટી-બી પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૩૧૬૦ અને પાસા સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application