જેતપુર તાલુકાના જેતલસર પાસે ભયાનક અકસ્માતે વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢથી રાજકોટ તરફ જતી ખાનગી બસે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા રોડ સાઈડે ઉભેલા બંધ ટ્રેલરના પાછળ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનું આગળનો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો.
આ ઘટનામાં બસમાં સવાર લગભગ 13 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદરૂપ બન્યા હતા. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે તમામ ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમનો સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે અકસ્માત અંગે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે બસ ચાલક ઓવરટેકના પ્રયાસ દરમિયાન વાહન પરનો કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે. પોલીસે હાલ ડ્રાઈવરનો નિવેદન સહિત ઘટનાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application