BREAKING NEWS

થર્ટી ફર્સ્ટ પૂર્વ પોલીસની સઘન ચેકિંગ: નશાની હાલતમાં ૧૩ શખસો ઝડપાયા

  • December 29, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બે દિવસ બાદ નવા વર્ષની એટલે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી થનાર હોય જેને લઇ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગઇકાલે રવિવારના શહેર પોલીસે ખાસ ડ્રાઇવ યોજી હતી.જેમાં ખાસ કરીને કડક વાહન ચેકિંગ કરી નશો કરી નીળકનાર શખસોને ઝડપી લેવા તથા છરી સહિતના હથિયારો સાથે રાખી ફરતા શખસોને ઝડપી લેવા માટે તપાસ કરવામાં આવી હતી. પોલીસની આ ડ્રાઇવ દરમિયાન ૧૩ શખસો નશાની હાલતમાં પોલીસની ઝપટે ચડી ગયા હતાં. જયારે છરી સાથે છ શખસોને ઝડપી લીધા હતાં. આ ઉપરાંત પોલીસે દેશી દારૂના પાંચ કેસ કર્યા હતાં.


જાણવા મળતી વિગતો મુજબ, શહેર પોલીસ દ્વારા છેલ્લા થોડા દિવસોથી કડક ચેકિંગ કરવમાં આવી રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ અને એએસઓજી દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન શહેર પોલીસે રવિવારે ચેકિંગ દરમિયાન ૧૩ શખસોને નશાની હલાતમાં ઝડપી લીધા હતાં. જેમાં એરપોર્ટ પોલીસે બામણબોર પાસેથી ભૂપત નરસિંહભાઇ બાવળીયા, ભકિતનગર પોલીસે જૂના પારડી ચોક પાસેથી મુનેશ ઉર્ફે મુનો ધનજીભાઇ જાડા,પ્ર.નગર પોલીસે ગાયકવાડી પાસે કીટીપરામાંથી દાઉદ મુસાભાઇ રાઉમા, પોપટપરા નાલા પાસેથી સોહિલ અલીહશન ખા, ગાંધીગ્રામ પોલીસે રામાપીર ચોકડી પાસેથી સાહીદ રજાકભાઇ કુરેશી, માલવિયાનગર પોલીસે નેહરૂનગર બેકબોન હોસ્પિટલ પાછળ નાનામવા રોડ પાસેથી દીનાનાથ માયારામ બરેઠા, એસ.ટી.વર્કશોપની પાછળથી આનંદ રતીલાલ વાઘેલાને નશાની હાલતમાં ઝડપી લીધો હતો.


એ ડિવિઝન પોલીસે પોલીસ સ્ટેશન પાસેથી જ રજાક અબ્દુલભાઇ શેખ, જયારે ગોંડલ રોડ પર સત્ય વિજય આઇસક્રીમ પાસેથી જયદીપ કિશોરભાઇ તેરૈયા અને ચિંતન શાંતિલાલ બુધ્ધદેવ નામના બે વેપારીને નશાની હાલતમાં ઝડપી લીધા હતાં. થોરાળા પોલીસે ભાવનગર રોડ પરથી મુકેશ ઉર્ફ મુનો હમીરભાઇ બાબરીયા ગાંધીગ્રામ પોલીસે ધંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટરમાંથી અજયસિંહ રઘુનાથસિંહ રાજુ અને પ્રદિપસિંહ રઘુનાથસિંહ રાજુને પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. તાલુકા પોલીસે ભીમનગર સર્કલ પાસેથી નરેન્દ્ર બળવંતરાય વ્યાસને નશાની હાલતમાં રીક્ષા ચલાવતા અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી અનુપમ બચ્ચેલાલ ગીડને દારૂ પીધેલી હાલતમાં બાઇક ચલાવતા ઝડપી લીધો હતો.


જયારે ચેકિંગ દરમિયાન પોલીસે છરી સાથે છ શખસોને ઝડપી લીધા હતાં. જેમાં રવુ સોમાભાઇ ખાચર, લાલા પુનાભાઇ મકવાણા, મનસુખ બચુભાઇ ચૌહાણ, ગજેસિંહ તલાભાઇ ચૌહાણ, સોહીલ અલીહશન ખા અને મહેશ ચીકાભાઇ મણદુરીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે દેશી દારૂના પાંચ કેસ કરી દેશીદારૂના ધંધાર્થીને ઝડપી લઇ તેની સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application