રાજકોટની મારવાડી યનિવર્સિટી ખાતે આજે પીએમ મોદીએ સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ રિજનલ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી GIDCની જાહેરાત કરાઈ હતી. જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં નવી 13 સ્માર્ટ GIDC બનશે.
24 વર્ષમાં ગુજરાતમાં 3.57 લાખ કરોડનું FDI આવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આત્મનિર્ભરતાને વેગ આપવા પીએમ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. મોદી સાહેબે વિઝન સાથે પ્રથમ વાઇબ્રન્ટ સમિટ યોજી દુનિયા વચ્ચે મૂકી હતી. વાઇબ્રન્ટ સમિટને ઉતરોતર સફળતા મળી છે. છેલ્લા 24 વર્ષમાં ગુજરાતમાં 3.57 લાખ કરોડનું FDI આવ્યું છે. રાજ્યમાં 1.85 લાખ MSME હતા એ આજે 41 લાખ પહોંચ્યા છે. ઓટો સેક્ટર, સેમી કંડક્ટર, ગ્રીન એનર્જીમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ગત વર્ષે 2024ના વાઇબ્રન્ટમાં 25,500 એકલા સૌરાષ્ટ્રના MOU હતા. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.