આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉપલેટાના નામચીન હિંગોરા બંધુની કારમાંથી સિલ્વર રેસીડેન્ટ પાસેથી ૧૩૨ બોટલ ઈંગ્લીશ દારુ ઝડપી લઈ ૧,૨૪,૮૦૦ રૂપિયાનો કાર સહિત મુદ્દામાલ ઝડપી લઈ ફરાર થઈ ગયેલા હિંગોરા બંધુઓની શોધખોળ હાથ ધરી છે.સ્થાનિક પીઆઈ એચ.એમ. ધાધલ સહિત સ્ટાફ એસ.પી.ના આદેશથી દારુ–જુગારની પ્રવૃત્તિ શોધખોળમાં હતા ત્યારે શહેરના ધોરાજી રોડ ઉપર આવેલ સિલ્વર રેસીડેન્સીમાંથી શહેરના નામચીન શખ્સો સોયબ ઉર્ફે સોયલો સલીમ હિંગોરા (રહે. ઉપલેટા) તથા શાહનવાઝ ઉર્ફે સામુડો સલીમ હિંગોરા (રહે. ઉપલેટા)ની કાર નં જીજે ૦૯ બીએફ ૫૫૫૬માંથી ૧૩૨ બોટલ ઈંગ્લીશ દારુ કિં. રુપિયા ૧,૨૪,૮૦૦ તથા કાર કિંમત ૫ લાખ મળી કુલ ૬,૨૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. બન્ને શખ્સો અગાઉ દારુ, જુગાર, મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે. સોયબ ઉર્ફે સોયલો હિંગોરા સામે જુદા જુદા ૧૦ ગુના નોંધાઈ ચૂકયા છે. યારે શાહનવાઝ ઉર્ફે સામુડો હિંગોરા સામે પણ જુદા જુદા ૨૧ જેટલા ગુના નોંધાયા છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
સાઉદી અરેબિયા પર હુમલાથી ભારત ભડક્યુંઃ, સ્પષ્ટ કહ્યું- એટેક જલ્દી બંધ કરો
અભિષેક-સેમસનની વિસ્ફોટક પાર્ટનરશીપે ઇતિહાસ રચ્યો, રોહિત-રાહુલનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ભારતે ઇતિહાસ રચ્યો, ન્યુઝીલેન્ડમાં સૌથી મોટો રન ચેઝ કરી ટી-20 મેચ જીત્યો, જાણો કોણ હીરો રહ્યું?
કાલે 5 રાશિઓનું ચમકશે નસીબ, થશે ધન લાભ, વાંચો તમારૂ રાશિ ફળ
ભારતીય શેરબજારના ઇતિહાસમાં કયો IPO સૌથી ઝડપી સબસ્ક્રાઇબ થયો? Jio કે અન્ય કોઈ...
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech