BREAKING NEWS

જામનગર: મોડપર અને કાલાવડમાં ૪ મહિલા સહિત ૧૪ પત્તાપ્રેમી પકડાયા

  • August 13, 2026 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોડપર અને કાલાવડમાં ૪ મહિલા સહિત ૧૪ પત્તાપ્રેમી પકડાયા

વાડી વિસ્તારમાં જુગારધામ પર મેઘપર પોલીસનો દરોડો : રોકડ સહિતનો મુદામાલ કબ્જે

જામનગર જીલ્લામાં જુગારના દરોડા યથાવત રહયા છે, ભાવાભી ખીજડીયામાં ૪ પત્તાપ્રેમીને પકડી લીધા હતા, લાલપુરના મોડપર વાડી વિસ્તારમાં જુગારધામ પર મેઘપર પોલીસે દરોડો પાડી ૬ શખ્સોને અડધા લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા, જયારે ખાનકોટડા ગામે પાના ટીંચતી ૪ મહિલાની અટક કરવામાં આવી હતી.
કાલાવડના ભાવાભી ખીજડીયા ગામથી દડવી જતા રસ્તે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ભાવાભી ખીજડીયા ગામના ઓમદેવસિંહ ગીરીરાજસિંહ જાડેજા, હરપાલસિંહ સહદેવસિંહ જાડેજા, જુનેદ હુશેન ઇસાણી અને મયુરસિંહ વનરાજસિંહ જાડેજા નામના શખ્સોને રોકડા ૧૩૬૨૦ અને ગંજીપતા સાથે કાલાવડ ગ્રામ્ય પોલીસે દબોચી લીધા હતા.

બીજા દરોડામાં મેઘપર પડાણા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોડપર ગામ વિરડા વાડી વિસ્તારમાં પરબત નામનો શખ્સ પોતાના ભોગવટાની વાડીએ બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી ગંજીપતા વડે જુગાર રમાડે છે એવી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમ્યાન મોડપર સીમમાં રહેતા પરબત હમીર નાવદરીયા તથા લાખા હમીર નાવદરીયા, ચારણતુંગી ગામના બુધા દેવાણંદ જોગલ, અપીયા ગામના રણમલ અજા જોગલ, આહિર સિંહણ ગામના પાલા એભા ભાટુ અને મોડપર ગામના રાજુ વિક્રમ ભાટુને ગંજીપતા વડે જુગાર રમતા રોકડા ૫૦૯૦૦ સાથે પકડી લીધા હતા.
​​​​​​​

અન્ય દરોડામાં કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે તિનપતીનો જુગાર રમતા ખાનકોટડાના મંજુબેન કરશન ઉર્ફે હકાભાઇ બાંભવા, રેશમાબેન જાવીદ ઓડીયા, ભાનુબેન દેવેન્દ્ર બાંભવા અને ભાવનાબેન દિનેશ સોલંકીની અટકાયત કરી રોકડા ૧૧૧૩૦ અને ગંજીપતા કબ્જે કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application