BREAKING NEWS

ખંભાળિયા: જામખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાંથી ૧૪ જુગારીઓ ઝડપાયા

  • August 03, 2026 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: જામખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાંથી ૧૪ જુગારીઓ ઝડપાયા

ખંભાળિયાથી આશરે ૧૮ કિલોમીટર દૂર પીર લાખાસર ગામેથી પોલીસે ગતસાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા દોસમામદ સીદીભાઈ સુમરા, ઓસમાણ હબીબ સુમરા અને જુસબ મામદ દેથા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, રૂ. ૧૦,૩૩૦ ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૫૦,૩૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન સદ્દામ ઓસમાણ ગજણ નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો.

એલસીબી પોલીસે કલ્યાણપુરથી આશરે ૨૦ કિલોમીટર દૂર ભોપલકા ગામની સીમ વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મનહરસિંહ મંગળસિંહ જાડેજા, ચતુરસિંહ બાલુભા જાડેજા, વેલુભા હરીસિંહ જાડેજા, ભરત રામશી વરવારીયા, ઘેલુ ડેરાજ થારૂ, દોલુભા ઉર્ફે બાબુભા સુખભા જાડેજા અને બહાદુરસિંહ દાજીભા જાડેજા નામના સાત શખ્સોને ઝડપી લઇ, રૂ. ૨૩,૫૦૦ ની રોકડ રકમ તથા રૂપિયા ૧૧,૫૦૦ ની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને રૂપિયા એક લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી, કુલ રૂ. ૧,૩૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

ભાણવડ પોલીસની કાર્યવાહીમાં હોસ્પિટલ ચોક પાસેથી મોડી રાત્રિના સમયે એક મંદિર પાસે લાઈટના અજવાળે તીનપત્તી નામનો જુગાર રમતા કરણ હરેશભાઈ સોલંકી, શૈલેષ મગનભાઈ પરમાર, નટુ કમાભાઈ સોલંકી અને ઉદય પ્રફુલભાઈ સોલંકી નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂ. ૧૦,૪૫૦ ની રોકડ રકમ કબ્જે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application