BREAKING NEWS

જામનગર : સાધના કોલોની, હાપા અને લાલપુરમાં પાના ટીચતી પાંચ મહિલા સહિત ૧૪ની અટક

  • December 01, 2025 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં અલગ અલગ વિસ્તારોમાં જુગાર અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સાધના કોલોની, હાપા, ક્રિષ્ના ટાઉનશીપ, લાલપુરમાં ગંજીપતાનો જુગાર રમતા શખ્સોની અટક કરવામાં આવી હતી. જ્યારે વર્લીમટકા અને એકીબેકીના જુગાર પર પોલીસે દરોડા પાડ્યા હતા.


જામનગરના સાધના કોલોનીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પ્રતિમાબેન હેમતસિંહ ચૌહાણ, મધુબેન બીપીન રાવલ, નીતાબા ભરતસિંહ પીંગળ, સુનિતાબેન જીતેન્દ્ર નાગપાલ, મીનાબેન વલીદાસ સોલંકી અને અંકિત વલીદાસ સોલંકીને રોકડા પ૦૭૦ અને ગંજીપત્તા સાથે અટકમાં લીધા હતા.


બીજા બનાવમાં હાપા ક્રિષ્ના ટાઉનશીપમાં આવેલા ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા વિજય મુળનારાયણ પુરોહિત, વૃંદાવન સોસાયટીના રાજેશ રાણા ભાન, ગાંધીનગરના નરેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા, પટેલ કોલોનીના શશીકાંત બાવનજી ખાંટ, ધરારનગરના હસન બચુ વિરાણી અને શાંતિનગરના દિલીપસિંહ ગગુભા જાડેજાને રોકડા ૩૧પ૦૦ તથા ત્રણ મોટર સાયકલ, ગંજીપતા મળી કુલ ૧૮૧પ૦૦ ના મુદ્દામાલ સાથે એલસીબીએ પકડી લીધા હતા.


એક અન્ય દરોડામાં લાલપુરના ધરારનગરમાં રહેતા રવિ ઉર્ફે કાનો જયંતિ દાણીધારીયા અને ચેતન પ્રવિણ ઢાકેચા આ બન્નેને ઢાંઢર નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા રોકડા પર૦ સાથે દબોચી લીધા હતા. 


આ ઉપરાંત લાલપુરના નાંદુરી રોડ પર રહેતા સાજણ રાણા મારીયાને વર્લીનો જુગાર રમતા રોકડા ૩૦૦ સાથે પકડી લીધો હતો. દરેડ ગામમાં દિનેશ જેઠા ગોહિલને વર્લીમટકાનો જુગાર રમતા રોકડા ૪પ૦ સાથે પકડી લીધો હતો, જ્યારે હાપા એલગન સોસાયટીમાં રહેતા પ્રવિણ વલ્લભ સીપરીયાને વર્લીમટકાનો જુગાર રમતા રોકડા ૩ર૦ અને ચીઠ્ઠી સાથે પકડી લીધો હતો. ભારતવાસમાં રહેતા મુકેશ ગોવિંદ સાગઠીયાને પટ્ટણીવાડમાં વર્લીમટકાનો જુગાર રમતા ૧પ૦ અને ચીઠ્ઠી સાથે પકડી લીધો હતો.


જ્યારે દરેડમાં રહેતા અનિ‚ઘ્ધસિંહ ખોડુભા જાડેજા અને મહેશ ભુપત ખરાને દરેડ વિસ્તારમાં નોટના નંબર પર એકીબેકીનો જુગાર રમતા રોકડા પ૬૦ સાથે દબોચી લીધા હતા, તેમજ સાધના કોલોનીમાં રહેતા અનિલ સોમા ચાવડા અને લાલખાણમાં રહેતા અલ્તાફ મહમદ બ્લોચને એકીબેકીનો જુગાર રમતા સાધના કોલોનીમાંથી રોકડા પ૦૪૦ સાથે પકડી લીધા હતા. તેમજ ભોયવાડામાં રહેતા રાહુલ અશોક મહેતા અને ખાંડબજારમાં રહેતા દિનેશ મગનલાલ ચંદ્રપાલ આ બન્નેને એકીબેકીનો જુગાર રમતા શાક માર્કેટ પાસેથી રોકડા ર૧૦ સાથે દબોચી લીધા હતા.
​​​​​​​

આ ઉપરાંત તારમામદભાઇ સોસાયટીમાં રહેતા તબરેજ હુશેન નુરમામદ સીપાઇ અને લાલવાડીમાં રહેતા રમેશ નાથા ચૌહાણને એકીબેકીનો જુગાર રમતા રોકડા ર૪૦ સાથે તથા દરેડમાં રહેતા ખીમસૂર કમા ઘોડા અને હેમસુર ખોડા ગુજરીયા આ બન્નેને એકીબેકીનો જુગાર રમતા દરેડ બસ સ્ટેન્ડ પાસેથી રોકડા ૬ર૦ સાથે અને લાલખાણમાં રહેતા અલ્તાફ કાસમ ખુરેશી તથા નિલકંઠ સોસાયટી પાછળ રહેતા દેવા ભગવાન છારીયાને એકીબેકીનો જુગાર રમતા હર્ષદમીલની ચાલી પાસેથી રોકડા ર૦૦ સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application