રાત્રે મોડે સુધી ફોનનો ઉપયોગ ન કરવા દાદીએ ઠપકો આપતા ૧૪ વર્ષીય પૌત્રીએ આપઘાત કર્યો
રાત્રે મોડે સુધી ફોનનો ઉપયોગ ન કરવા દાદીએ ઠપકો આપતા ૧૪ વર્ષીય પૌત્રીએ આપઘાત કર્યો
May 19, 2026 02:19 PM
રાજકોટમાં સતત બીજા દિવસે આત્મહત્યાના બે બનાવો સામે આવ્યા છે, ધો.૯માં અભ્યાસ કરતી તરુણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે. જયારે બીજા બનાવમાં એક યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી શેરી નંબર-૧૪માં રહેતી અને ધોરણ-૯માં અભ્યાસ કરતી મુસ્કાન રજાકભાઈ રાજા (ઉ.વ.૧૪)ની તરુણીએ સાંજે સાતેક વાગ્યે ઘરે લાકડાની આડીમાં ઓઢણી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ તા તાકીદે નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર મુસ્કાન બે ભાઈની એકની એક બહેન હતી. પિતા રજાકભાઈ રીક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા રેશ્માબેન ઘર કામ કરીને પરિવારને મદદરૂપ ાય છે. મુસ્કાન રાત્રે મોડે સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હોવાી સવારે ઉઠવામાં મોડું તું હોય જેને લઈને દાદીએ ઠપકો આપતા આ વાતનું લાગી આવવાી પગલું ભરી લીધું હતું. પુત્રીના મોતી પરિવારમાં માતમ છવાયો છે.