ઇલેકિટ્રક વાહનો ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં કાર કે અન્ય વાહન ચાર્જ કરવાની ચિંતા કરવાની જર રહેશે નહીં. ઈન્ડિયન ઓઈલ કોર્પેારેશન દેશભરના ૧૪૦૦ પેટ્રોલ પપં પર ચાજિગ સ્ટેશન સ્થાપિત કરશે. આઈઓસીએ આ ચાજિગ સ્ટેશન ઈન્સ્ટોલ કરવા માટે મેન્યુફેકચરિંગ કંપની જેટવર્કને કોન્ટ્રાકટ આપ્યો છે.
આઈઓસીએ ૬,૦૦૦ ચાર્જર માટે ટેન્ડર બહાર પાડું હતું. જેમાં દેશભરમાંથી ૪૦ ઈલેકિટ્રક વ્હીકલ સપ્લાયરોએ ભાગ લીધો હતો. જેટવર્કે સમગ્ર દેશમાં ઇલેકિટ્રક વાહનો માટે ફાસ્ટ–ચાજિગ ચાર્જર ઇન્સ્ટોલ કરવા માટે સ્પર્ધાત્મક બિડિંગ દ્રારા આઈઓસી પાસેથી ઓર્ડર જીત્યો છે. આ બિડમાં દેશભરમાંથી ૪૦થી વધુ અગ્રણી ઈવી સપ્લાયર્સે ભાગ લીધો હતો. જેટવર્કે કહ્યું કે તેને જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની તરફથી સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીના બિઝનેસ હેડ (રિન્યુએબલ) અભય આધાએ કહ્યું કે આ ચાજિગ સ્ટેશન આઈઓસીના પેટ્રોલ પપં પર જરિયાત મુજબ લગાવવામાં આવશે. મોટા શહેરોમાં આ ચાજિગ સ્ટેશનો સ્થાપિત કરીને અમે ઇલેકિટ્રક વાહનોને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપી શકીશું અને દેશને ઇકો–ફ્રેન્ડલી ભવિષ્ય તરફ લઈ જઈ શકીશું. કરાર હેઠળ, જેટવર્ક ૫૦–૬૦ કિલો વોટ અને ૧૦૦–૧૨૦ કિલો વોટ ની ક્ષમતાવાળા ૧,૪૦૦થી વધુ ઈવી ચાર્જર ઇન્સ્ટોલ કરશે.
ડીસી ડુઅલ ગન ચાર્જર હશે
આ ડોસી ડુઅલ ગન ઈઈજ૨ ડીસી ચાર્જર્સ હશે, જે ડાયનેમિક લોડ–શેરિંગ મોડ દ્રારા એકસાથે બે વાહનોને ચાર્જ કરવામાં સક્ષમ હશે. આ ચાજિગ સ્ટેશનો જરિયાત મુજબ આઈઓસી આઉટલેટસ પર સ્થાપિત કરવામાં આવશે અને અવિરત ચાજિગ પ્રદાન કરશે. ઇન્ડિયન ઓઇલ ઇલેકિટ્રકલ વાહનો જેવા ગતિશીલતામાં ઉભરતા વલણોમાં સક્રિયપણે રોકાણ કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech