જુલાઈ-૨૦૨૬ દરમિયાન રાજકોટ જિલ્લાના વિવિધ મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરીઓમાં મિલકતના કુલ ૧૫,૫૪૪ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી. આ નોંધણી પ્રક્રિયા દરમિયાન નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યૂટી મળીને કુલ રૂ. ૯૧.૫૯ કરોડથી વધુની આવક રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. ત્યારે ગત મહિને રાજકોટના મોરબી રોડ, મવડી અને રતનપરમાં સૌથી વધુ જ્યારે વિંછીયા અને જામકંડોરણામાં સૌથી ઓછા દસ્તાવેજ નોંધાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નોંધણી ફી તરીકે કુલ રૂ. ૧૩.૬૬ કરોડ અને સ્ટેમ્પ ડ્યૂટી તરીકે રૂ. ૭૭.૯૩ કરોડની વસૂલાત થઈ હતી. સૌથી વધુ ૧૯૩૬ દસ્તાવેજોની નોંધણી રાજકોટ-૨ (મોરબી રોડ) એસ.આર.ઓ. કચેરીમાં થઈ હતી, જ્યાં કુલ રૂ. ૯,૪૦,૩૬,૭૩૭ની આવક નોંધાઈ હતી. રાજકોટ-૬ (મવડી) કચેરીમાં ૧૩૪૯ દસ્તાવેજો નોંધાયા અને રૂ. ૯,૪૬,૨૫,૦૬૦ની આવક થઈ હતી, જ્યારે રાજકોટ-૩ (રતનપર) કચેરીમાં ૧૨૫૪ દસ્તાવેજો નોંધાતા રૂ. ૯,૩૯,૭૯,૬૫૮ની વસૂલાત થઈ હતી. રાજકોટના કોઠારીયામાં ૧૦૪૧, ગ્રામ્યમાં ૧૦૩૨ દસ્તાવેજો નોંધાયા છે. લોધિકા એસ.આર.ઓ. કચેરીમાં ૧,૦૮૯ દસ્તાવેજોની નોંધણી સાથે રૂ. ૯,૨૧,૫૪,૮૦૯ની આવક નોંધાઈ હતી. ઉપરાંત રાજકોટ-૫ (મવા)માં ૯૩૭, રાજકોટ-૪ (રૈયા) ૧૧૧૫, રાજકોટ-૧માં ૧૦૧૬, ગોંડલમાં ૧૪૩૮, જેતપુર ૭૯૮, ઉપલેટા ૫૦૧, જસદણ ૪૯૯, કોટડાસાંગાણી ૬૪૪, ધોરાજી ૩૬૮, પડધરી ૨૮૩, જામકંડોરણા ૧૨૫ અને વિંછીયા ૧૧૯ દસ્તાવેજો નોંધાયા છે.