BREAKING NEWS

જામનગરમાં ઘોડીપાસા જુગારના બે અખાડામાંથી ૧૫ની અટકાયત

  • November 04, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ઘોડીપાસા જુગારના બે અખાડામાંથી ૧૫ની અટકાયત

​​​​​​​આજકાલ પ્રતિનિધી
જામનગર
જામનગરના નાગના રોડ, નાગેશ્ર્વરપાર્કમાં એક મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો જેમાં ૮ શખ્સો ઝપટમાં આવ્યા હતા અને ૧૧ નાશી ગયા હતા, દરોડા દરમ્યાન રોકડ અને વાહનો મળી બે લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે, આ ઉપરાંત જામનગરના ચુનાના ભઠ્ઠા નજીક બાઇની વાડી વિસ્તારમાં એક મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડીને જુગાર રમતા શખ્સોને રોકડા ૬૩ હજાર, મોબાઇલ મળી કુલ ૮૩૧૦૦ના મુદામાલ સાથે દબોચી લીધા હતા. દરોડા વખતે એક શખ્સ ફરાર થઇ ગયો હતો.
​​​​​​​

જામનગર એલસીબી પીઆઇ ચૌધરી, પીએસઆઇ ભાટીયાની સુચના અનુસાર શહેરમાં દા‚ જુગારની પ્રવૃતી કરનારા ઇસમો વિરુઘ્ધ કાર્યવાહી કરવામાં આવતા સુચના કરતા સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતું, દરમ્યાન શહેરના નાગના રોડ નાગેશ્ર્વર પાર્કમાં દિનેશભાઇ ગુજરીયાના કબ્જાના મકાનમાં આરોપીઓ કિશન, ફીરોજ તથા અજય દ્વારા ઘોડીપાસાનો જુગાર રમાડવામાં આવે છે અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચાલે છે એવી બાતમીના આધારે એલસીબીની ટુકડી દ્વારા દરોડો પાડીને ઘોડીપાસાનો જુગાર રમતા નાગેશ્ર્વર કોલોનીના અજય નારણ મકવાણા, કિશાનચોકમાં રહેતા વેપાર કરતા ઉમંગ પ્રકાશ ફલીયા, પંચેશ્ર્વર ટાવર વંડાફળીમાં રહેતા રવિ ભરત બારીયા, નાગેશ્ર્વર કોલોનીના જેન્તી નરશી ઢાપા, રબ્બાની પાર્કના શાહ‚ખ અબ્બાસ સમા, ધુંવાવ નાકા પાસે રહેતા સંજય કારા આસુંદ્રા, ગરીબે નવાઝ સોસાયટીમાં રહેતા ફીરોજ કાસમ કુરેશી, કિશાન ચોકમાં રહેતા રાહુલ ભરત કનખરા નામના શખ્સોને દબોચી લીધા હતા.

દરોડા દરમ્યાન ૮૫૨૦૦ની રોકડ, ૪ મોટરસાયકલ, પાસા મળી ૨.૦૫.૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો, જયારે સ્મશાન પાસે રહેતા કિશન મનસુખ મકવાણા, ફીરોજ ઉર્ફે પપ્પુ સુમરા, રવજી કોળી, ગુલાબનગરના ગુલમામદ ઉર્ફે બુચમા‚, નાગેશ્ર્વરના ટિયો સુમરા, રબ્બાની પાર્કના તૈયબ ઉર્ફે ટોયો, કિશાન ચોકના મિહિર ઉર્ફે મોઢીયો મુકેશ મુંજાર, નાગેશ્ર્વર પાર્કના અજય ઉર્ફે બાઠીયો કોળી, નવાગામ ઘેડના મેંદુભા ઉર્ફે ચાંદલો, હાલાર હાઉસ પાસે રહેતા કૌશિક જેઠવા અને નાગેશ્ર્વર પાર્કના દિનેશ નાથા ગુજરીયા નામના શખ્સો નાશી ગયા હતા, તમામ સામે જુગારધારા ૪-૫ મુજબ સીટી-બીમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

બીજા દરોડામાં શહેરના ચુનાના ભઠ્ઠા નજીક બાઇની વાડીમાં આરોપી મહિલાના ભોગવટાના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી આધારે એલસીબીએ દરોડો પાડીને જુગાર રમતા રિઘ્ધી સિઘ્ધી સોસાયટીના ફીરોજ હુશેન ખફી, એજાઝ અહેમદ દેશરાણી, ખોજાવાડના સાહીલ સીદીક હિંગોળા, હર્ષદમીલની ચાલીમાં રહેતા કલ્પેશ જેસંગ રાઠોડ, રિઘ્ધી સિઘ્ધી સોસાયટી સામે રહેતા શબીર અબ્બાસ ખફી, ચુનાના ભઠ્ઠા પાસે રહેતા મહમદહુશેન અબ્બાસ ખફી, બાઇની વાડીના ગોપાલ કિશન પરમાર, બાઇની વાડીના મંજુબેન જીણા સાદીયાની અટક કરી રોકડ ૬૩૧૦૦ તથા ૪ મોબાઇલ મળી ૮૩૧૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે ખોજાવાડ ટેકરા ખાતે રહેતા આબીદ હનીફ આંબલીયા નામનો ઇસમ નાશી ગયો હતો. સીટી-એ ડીવીઝન ખાતે જુગારધારા કલમ ૪-૫ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application