BREAKING NEWS

જામનગરમાં મહિલા પાસે રોકાણના બહાને ૧૫ લાખ ખંખેરી લીધા

  • December 05, 2025 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં ખોજાનાકા બહાર રહેતી વૃઘ્ધ મહિલાને રોકાણના બહાને એકના ડબલની લાલચ દઇને રૂ. ૧૫ લાખ પડાવી લઇ છેતરપીંડી કર્યાની ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે જેના આધારે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.


છેલ્લા કેટલાય સમયથી અવનવી સ્કીમોમાં રોકાણ કરવાથી વધુ નફો કે વળતર મળશે તેવી લાલચમાં ફસાવીને લોકો સાથે ચિટીંગ કરવામાં આવી રહયુ છ ે અને આ પ્રકારના બનાવો એક પછી એક સામે આવી રહયા છે, દરમ્યાન જામનગર શહેરમાં છેતરપીંડીનો વધુ એક બનાવ પોલીસ મથકે પહોચ્યો છે.


જામનગરના ખોજાનાકા બહાર વાંઢાનો ડેલો ખાતે રહેતા બાનુબેન મોહમદભાઇ શેખ (ઉ.વ.૬૫) નામની વૃઘ્ધ મહિલાએ સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે જામનગરના સિલ્વર સોસાયટી, ટીટોડી વાડી, મન્નત મકાનમાં રહેતા ઇરફાન કાસમભાઇ શેખ નામના શખ્સ વિરુઘ્ધ છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


આ અંગેની વિગત અનુસાર આરોપી ઇરફાને ગુજરાત લેન્ડ ડેવલોપર્સ ગૃપ નામની ખોટી કંપનીના ડાયરેકટર તરીકે બતાવીને ફરીયાદી મહિલાને આ કંપનીમાં રૂપીયા રોકો તે રૂપીયા પાંચ વર્ષે ડબલ થઇ જશે એવી વાત કરી પ્રલોભન આપ્યુ હતું જેથી ફરીયાદી મહિલાએ કટકે કટકે રૂ. ૧૫.૧૫ લાખનું રોકાણ કરેલ અને સને ૨૦૨૨ની સાલમાં મુદત પુરી થતી હોય તેમ છતા તેણીને રૂ. પરત આપ્યા ન હતા, દરમ્યાન માંગણી કરતા તેણીને જાનથી મારી નાખવાની ધમકી દઇ છેતરપીંડી આચરી હતી આથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો, ફરીયાદના આધારે સીટી-એ પોલીસ દ્વારા આરોપી ઇરફાન શેખ સામે બીએનએસ ૨૦૨૩ની કલમ ૩૧૮(૨), ૩૫૨(૩) મુજબ ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application