હાપા માર્કેટીંગ યાર્ડમાં સપ્તાહના અંતિમ દિવસે ફકત ૧૫ જણસોની આવક નોંધાઇ હતી ભાવની વાત કરીએ તો સૌથી વધુ ભાવ જીનો ૨૫૦૦ થી ૩૪૭૦ બોલાયા હતા જયારે આવકમાં ૪૭૦૩ મણ સોયાબીન ટોપ પર રહેવા પામ્યુ હતુ જયારે સૌથી ઓછો ભાવ બાજરીનો ૩૩૦ થી ૪૦૦ બોલાયો હતો.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૬૧૦ થી ૯૨૦, બાજરી ૩૩૦ થી ૪૦૦, ઘઉં ૪૦૦ થી ૪૯૭, મગ ૧૪૪૦ થી ૧૭૪૦, અળદ ૭૦૦ થી ૧૩૦૦, ચોળી ૪૫૦ થી ૬૫૦, ચણા ૯૫૦ થી ૧૧૦૯, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૫૦૦, તલી ૧૪૦૦ થી ૧૪૧૦, લસણ ૪૦૦ થી ૬૮૦, કપાસ ૧૦૦૦ થી ૧૫૮૦, અજમો ૧૦૦૦ થી ૨૭૩૦, અજમાની ભૂસી ૬૦ થી ૧૩૭૫, સોયાબીન ૭૦૦ થી ૮૩૦ સુધીના ભાવ બોલાયા હતા શનિવાર કુલ જણસ ૧૨૬૩૫ મણ ગુણી ૪૯૩૪ જે ૨૯૩ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે મગ રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.