BREAKING NEWS

તેલિયા રાજાઓ ઉપર મનપાની તવાઇ, સિંગતેલ સહિતના ૧૫ સેમ્પલ લેવાયા

  • February 11, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તેલ અને અથાણાની સિઝન શરૂ થતા પૂર્વે રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ચેકિંગ ડ્રાઇવ હાથ ધરીને બ્રાન્ડેડ સિંગતેલ, કપાસિયા તેલ, તલનું તેલ સહિતના તેલના ૧૦ સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાનું જાહેર કર્યું છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, વિવિધ બ્રાન્ડેડ સિંગતેલના ૧૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં (૧) ગુલાબ ફિલ્ટર્ડ સિંગતેલનું સેમ્પલ સ્થળ -સુમિત પ્રોવિઝન સ્ટોર, જગન્નાથ પ્લોટ, કાલાવડ રોડ ખાતેથી (૨) ગુલાબ રિફાઇન્ડ કોટનસીડનું સેમ્પલ, સ્થળ-ભોલા જનરલ, પોલસ્ટાર કોમ્પ્લેક્ષ ૩-જગન્નાથ પ્લોટ, કાલાવડ રોડ ખાતેથી (૩) કાકા રિફાઇન્ડ કોટનસિડ ઓઈલનું સેમ્પલ, સ્થળ - રાધે રાધે એજન્સી, જ્યુબેલી શાક માર્કેટ સામે ખાતેથી, (૪) તિરૂપતિ પ્રીમિયમ ફિલ્ટર્ડ ગ્રાઉન્ડ નટ ઓઇલનું સેમ્પલ સ્થળ -રાધે રાધે એજન્સી, જ્યુબેલી શાક માર્કેટ સામેથી, (૫) નાકોડા તલ તેલ નું સેમ્પલ, સ્થળ-ગોલ્ડન સુપરમાર્કેટ-૩, વિદ્યાકુંજ સોસાયટી મેઇન રોડ, અમીન માર્ગ પાસેથી, (૬) રાની ગોલ્ડ ફિલ્ટર્ડ ગ્રાઉન્ડ નટ ઓઈલ, સ્થળ -સત્યમ જનરલ સ્ટોર્સ, કૃષ્ણનગર મેઇન રોડ, વોર્ડ ઓફિસ પાસેથી, (૭) અંકુર ફિલ્ટર્ડ ગ્રાઉન્ડ નટ ઓઈલનું સેમ્પલ, સ્થળ -ગોલ્ડન સુપર માર્કેટ, માધવ વાટિકા બિલ્ડીંગ, લીંબુડીવાડી મેઇન રોડ, રૈયા રોડ ખાતેથી, (૮) સન પ્રાઈડ સન ફ્લાવર ઓઈલનું સેમ્પલ, સ્થળ -ગોલ્ડન સુપર માર્કેટ, માધવ વાટિકા બિલ્ડીંગ, લીંબુડીવાડી મેઇન રોડ, રૈયા રોડ ખાતેથી, (૯) પતંજલી કાચી ઘાણીનું મસ્ટર્ડ ઓઈલનું સેમ્પલ

સ્થળ - ગોલ્ડન સુપર માર્કેટ, માધવ વાટિકા બિલ્ડીંગ, લીંબુડીવાડી મેઇન રોડ, રૈયા રોડ ખાતેથી તેમજ (૧૦) ફોર્ચ્યુંન રિફાઇન્ડ સન ફ્લાવર ઓઈલનું સેમ્પલ, સ્થળ -સતનામ માર્કેટિંગ, સિધ્ધી વિનાયક કોમ્પ્લેક્ષ, મોચી બજાર મેઇન ખાતેથી લેવામાં આવ્યું હતું.


કોટેચાનગરના બજરંગ ફરસાણમાંથી સેમ્પલ લેવાયા

દાઝીયા તેલના સાત સેમ્પલ લેવાયા હતા જેમાં (૧) હરભોલે ફરસાણ, ચામુંડા નગર-૨, ખીજડાવાળો રોડ, વિશ્વનગર મેઇન રોડ, મવડી (૨) યોગી ફરસાણ માર્ટ, ચામુંડા નગર -૧, ખીજડાવાળો રોડ, વિશ્વનગર મેઇન રોડ, મવડી (૩) શ્યામ ગૃહ ઉદ્યોગ, ઉમાકાન્ત પંડિત ઉદ્યોગનગર, શ્રીજી વે-બ્રિજની સામે (૪) બજરંગ ફરસાણ, કોટેચાનગર મેઇન રોડ (૫) ભગવતી ફરસાણ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ (૬) ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, પેડક રોડ, આર્યનગર-૧ કોર્નર તેમજ જય બાલાજી ફરસાણ, પરિશ્રમ કોમ્પ્લેક્ષ, કૃષ્ણનગર મેઇન રોડ તેમજ (૭) બાલાજી ભવાની ફરસાણ એન્ડ સ્વીટ, આશાઝીલ એપાર્ટમેન્ટ, કૃષ્ણનગર મેઇન રોડ ખાતેથી લેવાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application