મોરબી અને વાંકાનેર પોલીસ ટીમોએ ચાર સ્થળોએ રેડ કરી વરલી અને તીનપત્તી જુગાર રમતા ૧૬ ઇસમોને ઝડપી લીધા હતા. દરોડા દરમીયાન છ આરોપીઓ નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
પ્રથમ રેડ મોરબી એ ડીવીઝન પોલીસે લાતી પ્લોટ શેરી નં ૩–૪ વચ્ચે કરી હતી જાહેરમાં વરલી ફીચર જુગાર રમતા અનવર ઇલ્યાસ કટિયાને ઝડપી લઈને ૫ મોબાઈલ કીમત રૂા.૨૧,૦૦૦ અને રોકડ રૂા.૫૦૦ સહીત કુલ રૂા.૨૧,૫૦૦ નો મુદામાલ જ કર્યેા છે આરોપી કાના મનીષ જોષી અને તારમામદ ઈસ્માઈલ જુનાણીને ઝડપી લેવા તપાસ ચલાવી છે. બીજી રેઇડ એ–ડીવીઝન પોલીસે નાની બજારમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા એજાજ મહેબુબ ચાનિયા, સોહિલ સલીમ બ્લોચ, આદીલ યુનુસ બ્લોચ, ગુલામહત્પશેન ફિરોઝ બ્લોચ, અકરમ મહેબુબ શાહમદાર, ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબ માયક, ઇમરાન યુસુફ તલાટ, હત્પશેન રફીક વડાવરીયા, અલ્તાફ કાસમ કુરેશીને ઝડપી લઈને રોકડ રૂા.૪૭,૧૦૦ જ કરી છે આરોપી મુસ્તાક દાઉદ દાવલીયાને ઝડપી લેવા તપાસ ચલાવી છે
ત્રીજી રેઇડ વાંકાનેર સીટી પોલીસે શકિતપરા સ્કૂલ પાછળ કરી હતી શેરીમાં જુગાર રમતા રાયસિંગ દિનેશ બાબરિયા અને આમીન મહેબુબ જેડા એમ બેને ઝડપી લઈને રોકડ રૂા.૧૦,૮૦૦ જ કરી છે રેડ દરમિયાન આરોપી રસીદ ઉર્ફે રઘુ બાબુભાઈ ચાવડા, સાહિલ હત્પશેન પીપરવાડિયા અને જાનમામદ ઉર્ફે જાનીયો આદમ સિંધી એમ ત્રણ નાસી જતા વધુ તપાસ ચલાવી છે ચોથી રેઇડ વાંકાનેર તાલુકા પોલીસે વિનયગઢ ગામની સીમમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા જીતેશ જીવરાજભાઈ ધાડવી, ભૂપત માવજી મકવાણા, રમેશ માવજી ચૌહાણ અને મહેશ ધમા સારલા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂા.૨૫,૧૦૦ જ કરી છે