જામનગરના આસામીના ખાતામાંથી ૯.૮૫ લાખ ઉપાડી લીધા
એ.પી.કે. ફાઈલવાળા સંદેશ બાદ બેંક ખાતામાંથી કુલ ૧૬ ટ્રાન્જેકશન થયા
જામનગરના સમર્પણ સર્કલ નજીક રહેતા અને સી.આર.સી. કોર્ડીંનેટર તરીકે નોકરી કરતા મહેશકુમાર મુરૂભાઈ ખવા સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બન્યો છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપમાં એમ.પરિવહન એ.પી.કે. ફાઈલ મોકલી તેને ડાઉનલોડ કરાવ્યા બાદ તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ ૧૬ વ્યવહારો મારફતે કુલ રૂ.૯,૮૫,૫૫૦ ઉપાડી લેવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, ગત તા.૭ જૂન, ૨૦૨૧ના રોજ સાંજે ૭:૩૪ વાગ્યે મહેશકુમારના મોબાઈલ નંબર પર ૯૪૧૫૮૫૫૯૧૨ નંબર પરથી એમ.પરિવહન એ.પી.કે. ફાઈલ સાથેનો સંદેશ આવ્યો હતો. સંદેશ ખોલતાં ચલણ ભરવા માટેની એપ્લિકેશન ખુલેલી જણાઈ હતી, પરંતુ ચલણ ભરવાનો વિકલ્પ ન મળતાં તેમણે તે સમયે ખાસ ધ્યાન આપ્યું ન હતું.
દરમિયાન તા.૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે તેમના બેંકના ખાતામાંથી અલગ-અલગ રકમ ટ્રાન્સફર થવાના સંદેશા આવવા લાગ્યા હતા. મોબાઈલ નંબર બેંક ખાતા સાથે જોડાયેલો હોવાથી ખાતામાંથી કુલ રૂ.૯,૮૫,૫૫૦ ઉપડી ગયાનું જાણવા મળતાં મહેશકુમારને પોતાની સાથે સાયબર છેતરપિંડી થયાની જાણ થઈ હતી.
આ અંગે તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફોન કરી પ્રથમ અરજી કરી હતી, ત્યારબાદ ફરીથી ખાતામાંથી રકમ ટ્રાન્સફર થવાના સંદેશા આવતાં બીજી અરજી પણ કરવામાં આવી હતી, ખાતામાંથી ૧ સપ્ટેમ્બરના રોજ થયેલા ૧૬ વ્યવહારો થકી રકમ ટ્રાન્સફર કરી લેવાઇ હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન. બી. ડાભીને તપાસ સોંપવામાં આવી છે. વોટ્સએપ પર આવેલી એ.પી.કે. ફાઈલ મારફતે મોબાઈલ તથા બેંક ખાતાની માહિતી મેળવી રકમ ઉપાડનાર શખ્સ સુધી પહોંચવા તપાસ હાથ ધરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application