વિશ્વના કોઈ પણ દેશમાં ૧૬ વર્ષનો બાળક કયારેય સંસદીય ચૂંટણી લડી શકે છે? આ કથનનો જવાબ કાયદેસર રીતે ના જ મળે. પરંતુ નાઇજીરીયામાં, એક છોકરાએ એક મુખ્ય રાજકીય પક્ષ પાસેથી ઉમર છુપાવીને ટીકીટ પણ લીધી અને પ્રચાર પણ શ કરી દીધો. પરંતુ બાદમાં એક શિક્ષકે આખા કરતૂતનો ભાંડાફોડ કર્યેા કે છોકરો વાસ્તવમાં ૩૦નો નહી, ૧૬ જ વર્ષનો છે. આ કિસ્સો હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. નાઇજીરીયામાં અબીન અલ–અજાબીન જાજોઉ, અથવા ઝારિયાની અજાયબી તરીકે ઓળખાતા મહમૂદ સાદીસ બુબાએ ૩૦ વર્ષનો હોવાનો દાવો કર્યેા હતો. તેમણે દાવો કર્યેા હતો કે તે વામનત્વથી પીડાતો હતો. જેના કારણે તેમનો દેખાવ અને ઐંચાઈ બાળક જેવી હતી. આ ઉપજાવી કાઢેલી વાર્તાને લીધે પક્ષે તેને ચૂંટણી લડવાની ખૂબ નજીક લાવી પણ દીધો. જોકે, તેમના મૂળ દસ્તાવેજો જાહેર થયા પછી આખો મામલો દેશ સમક્ષ આવી ગયો.નાઇજીરીયાના મુખ્ય રાજકીય પક્ષ, ઓલ પ્રોગ્રેસિવ્સ કોંગ્રેસ દ્રારા પ્રાયોજિત મહમૂદના ઇન્ટરવ્યુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે વિવાદ શ થયો. આ વીડિયોમાં, તેમણે જણાવ્યું હતું કે તેઓ પહેલા ડ્રાઇવર તરીકે કામ કરતા હતા અને તેમનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૯૯૫ ના રોજ થયો હતો. વીડિયોમાં, તેમણે રાજકારણીઓને કહ્યું હતું કે તેઓ પોતાની સ્વતત્રં ઇચ્છાથી ચૂંટણી લડી રહ્યા નથી, પરંતુ જનતા ઇચ્છે છે કે તેઓ તેમની સેવા કરે. તેમનું આ નિવેદન લોકોમાં પ્રિય બન્યું અને તે અને તે ઝડપથી સોશિયલ મીડિયા પર લોકપ્રિય બન્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application