BREAKING NEWS

રાજુલામાં 16 વર્ષના સગીરે 15 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું

  • July 17, 2026 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલામાં 16 વર્ષના સગીરે 15 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું

યુવાવયના વ્યક્તિઓ સામે દુષ્કર્મની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં વધુ નોંધાતી હોવાનું રોજ બરોજ જોવા મળે છે, પરંતુ મૂછનો દોરો ન ફૂટ્યો હોય એવા સગીર પણ પ્રેમના નામે ન કરવાનું કરી બેસતા હોવાથી કાયદાકીય મુસીબતનો સામનો કરવો રહે છે, આવો જ કિસ્સો રાજુલામાં સામે આવ્યો છે, 16 વર્ષીય સગીરે 15 વર્ષની તરુણી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારતા અંતે સગીરાએ પરિવારને જાણ કરતા 16 વર્ષીય સગીર સામે પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બનાવની મળતી વિગત મુજબ રાજુલા પંથકમાં રહેતા પરિવારની 15 વર્ષીય પુત્રીને ગામમાં જ રહેતા 16 વર્ષીય સગીરે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યાનું ભોગ બનનારના સ્વજને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. તા.29-5 થી તા.1-7ના સમય દરમિયાન તરુણી ઘરની બાજુમાં આવેલા બાવળની કાટમાં કુદરતી હાજતે ગઈ હતી ત્યારે સગીરની નજર તેની ઉપર રહી હતી અને પાછળ ગયો હતો. અને બાવડું પકડી અંદર સુધી બાવળની કાટમાં લઈ જઈ પછાડી દીધી હતી અને બાળજબરીનો પ્રયાસ કરતા સગીરાએ કહ્યું હતું કે, રહેવા દે હું નાની છું, આવું કરમાં છતાં સગીર માન્યો નહતો અને ધરારથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ અગાઉ પણ સગીરે એકવાર તરુણી સાથે શરીર સંબંધ બાંધી આ વાત કોઈને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ભોગબનનાર તરુણીના સ્વજની ફરિયાદના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત તરુણીને મેડિકલ ચેકઅપ કરાવવાની પણ તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News