રાયમાં વ્યાજખોરો વિરોધી અભિયાનમાં રાજકોટ રેંજ હેઠળના રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્રારકા તથા સુરેન્દ્રનગર જિલ્લ ામાં વ્યાજ વિરૂધ્ધ ૧૬૪ લોકદરબાર યોજીને ૧૨ ગુના નોંધી ૨૬ વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે. ૨૫ જરૂરીયાતમદં વ્યકિતઓને પોલીસે મધ્યસ્થી કરીને ૧,૭૧,૪૦,૨૭૬ રૂપિયાની લોન ધિરાણ અપાવ્યું છે.
ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગની સુચનાના આધારે રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવની સુચના અને વડપણ હેઠળ પાંચ જિલ્લ ાના એસપીના માર્ગદર્શન હેઠળ ૧૬૪ જેટલા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાજખોરોનો ભોગ બનેલાઓને સાંભળવામાં આવ્યા હતા. અરજીઓ લેવામાં આવી હતી. પોલીસે અરજીના આધારે ઘણાખરા કેસમાં સમજાવટ કે ફરિયાદી સાથે વ્યાજખોરોના સમાધાન સાથે ફરિયાદીઓ તરફે યોગ્ય કાર્યવાહી કરી હતી.
અરજીઓ, રજુઆતોમાં અલગ અલગ વ્યાજખોરો સામે સંબંધીત પોલીસ મથકોમાં ૧૨ ગુના દાખલ કરાયા હતા. વ્યાજખોરીના આરોપ હેઠળ ૨૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાય અને શરાફી વ્યાજે નાણા મળી રહે તે માટે પોલીસે આવા નવ કેમ્પનું આયોજન કયુ હતું. અરજદારો પૈકી ૨૫ વ્યકિતઓને ૧.૭૧ કરોડથી વધુની રકમની લોન, ધીરાણ કરાવી આપવામાં પોલીસે મદદગારી સાથે મહત્વપુર્ણ ભુમિકા ભજવી હતી.
સરકાર દ્રારા નાના મોટા વેપાર માટે નજીવા દરે લોન તથા સબસીડી અપાતી હોવાથી આવા પ્રોજેકટ, સરકારી સહાય સ્કીમની સમજણ પણ સંબંધીત વિભાગના અધિકારીઓ, પ્રતિનિધિઓને કેમ્પમાં હાજર રાખીને આપવામાં આવી હતી અને આવી સરકારી એજન્સીઓ સાથે સંકલન કરીને લોન અપાવવામાં આવી હતી. ગત વર્ષે વ્યાજખોરો વિરૂધ્ધ હાથ ધરાયેલી કડક ઝુંબેશ બાદ બીજા રાઉન્ડમાં હવે વ્યાજખોરીના કિસ્સાઓ ઘટી ગયાનું જાણવા મળી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech