સોરઠ, ગીરમાં કાલે ૧૭.૯૫ લાખ મતદારો લોકસભા ઉમેદવારોનું ભાવિ ઘડશે

  • May 06, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે સોરઠના ૧૭.૯૫ લાખ મતદારો મતદાન કરી ઉમેદવારનું ભાવી ઘડશે. ભારે ગરમીી મતદાન વધારવા તંત્રના અંતિમ ઘડી સુધી જાગૃતિ લક્ષી પ્રયાસો આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઇવીએમ ની ડિસ્પેચિંગ સેન્ટરી મતદાન મકે પહોંચ્યા.

આવતીકાલે લોકસભાની ચૂંટણી અંતર્ગત જુનાગઢ લોકસભા બેઠકની સાત વિધાનસભામાં મતદાન શે. જૂનાગઢની ત્રણ અને ગીર સોમનાની ચાર મળી સાત વિધાનસભા બેઠકના કુલ૧૭.૯૫ લાખી વધુ મતદારો મતદાન પર્વમાં સહભાગી શે.જોકે ઉનાળાની ગરમી વચ્ચે મતદારોને ઘરની બહાર લાવવા આગેવાનો અને ચૂંટણી વિભાગને પરસેવો પડી જશે. સોરઠમાં ડબિંગ કેસેટો અને ગોખેલી સ્ક્રીપ્ટ ના સભા અને ભાષણો સાંભળેલી પ્રજા પુનરાવર્તન કરશે કે પરિવર્તન તે તો ચાર જૂનના મત પેટી ખુલ્યા બાદ જ ખ્યાલ આવશે. જુનાગઢ લોકસભા બેઠકમાં મતદાનને લઈ આજે સવારે જ સાતેય ડિસ્પેચિંગ સેન્ટરી ઇવીએમ, વીવીપીએટને ચુસ્ત બંદોબસ્ત સો રવાના કરવામાં આવ્યા હતા. જુનાગઢ જિલ્લામાં મતદાનને લઈ સીઆરપીએફ, એસઆરપી સહિત ૪૦૦૦ પોલીસની ટીમનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 

જુનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ તા ગીર સોમનાની સોમના, તાલાળા, કોડીનાર અને ઉના મળી કુલ સાત બેઠકોનો સમાવેશ ાય છે. આવતીકાલે લોકશાહીના મહાપર્વમાં મતદાનમાં જૂનાગઢ જિલ્લ ાના ૭,૮૬૨૩૧, ગીર સોમનાના ૧૦,૦૮ ,૮૫૪ મળી મળી સોરઠના ૧૭.૯૫ લાખી વધુ મતદારો મતદાન કરશે. જુનાગઢ બેઠકમાં ભાજપ દ્વારા આ વર્ષે વર્તમાન સાંસદ અને કોળી જ્ઞાતિના રાજેશ ચુડાસમા ને સતત ત્રીજી ટર્મમાં ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસ દ્વારા આહિર જ્ઞાતિના હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે. ફોર્મ ભર્યા બાદ બંને પક્ષો દ્વારા અનેક સભાઓ, રેલીઓ તા જ્ઞાતિ સંમેલનો કરવામાં આવ્યા. આજે પણ કતલની રાતે સમાજલક્ષી બેઠકોનો ધમધમાટ ઈ રહ્યો છે.ત્યારે આવતીકાલે યોજનાર મતદાનને લઈ બંને પક્ષો એડીચોડીનું જોર લગાવી રહ્યા છે પરંતુ ભારે ગરમી ી મતદારોને બુ સુધી લાવવા આગેવાનોને પરસેવો પડી જશે. જિલ્લ ા કલેકટર અનિલ રાણા વસિયા દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે પરંતુ આવતીકાલે બળબળતા તાપ માં મતદારોને બુ સુધી લાવવા તે જ મોટી તંત્ર માટે ચેલેન્જ બની રહેશે. ત્યારે આવતીકાલે સોરઠના મતદારો કોની તરફ ઝૂકે છે તે તો મત પેટી ખુલ્યા બાદ જ ખ્યાલ આવશે.

મતદાનના દિવસે  કોઈ પણ  અનિચ્છનીય બનાવ ન બને તે માટે જૂનાગઢ જિલ્લ ામાં ૧૩૩૫ મતદાન બુ પર અંદાજિત ૪૦૦૦ કર્મીઓ બંદોબસ્ત માટે ખડે પગે રહેશે. જિલ્લાના ૩૫૭ ક્રિટિકલ બુ પર ૬ સી એ પી એફ અને ૨ એસઆરપીની ટીમ ખાસ નજર રાખશે. 
આવતીકાલે મતદારો નિર્ભીક વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરે તે માટે આઈ જી નિલેશ ઝાંઝડીયા ના માર્ગદર્શન અને એસ.પી હર્ષદ મહેતાના નિદર્શન હેઠળ જુનાગઢ જિલ્લાના ૮૫૨ બિલ્ડીંગના ૧૩૩૫ બુ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જિલ્લામાં રેન્જ આઈજી, ડીએસપી, ૫ ડીવાયએસપી, ૧૫ પી.આઈ, ૫૮ પીએસઆઇ, ૧૬૧૫ પોલીસ અને ૧૬૧૭ હોમગાર્ડના જવાનો બંદોબસ્ત માટે ખડે પગે રહેશે.૧૩૩૫ મતદાન બુ પૈકી ૩૫૭ સંવેદનશીલ મકો પર ખાસ એસઆરપી અને સેન્ટ્રલ ફોર્સની ટીમ બંદોબસ્ત માટે રાખવામાં આવી છે. 

 રાજેશ ચુડાસમા ચોરવાડ તો હીરા જોટવા સુપાસીમાં મતદાન કરશે
જુનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા તેના ગામ ચોરવાડ અને હીરાભાઈ જોટવા સુપાસી ખાતે મતદાન કરી પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરશે. 

માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પણ કાલે
જૂનાગઢમાં લોકસભાની ચૂંટણી ઉપરાંત માણાવદર બેઠક ની પેટા ચૂંટણી પણ યોજાનાર છે ત્યારે માણાવદરના મતદારો બે બે મત આપવા પડશે. લોકસભાની ચૂંટણીમાં પોરબંદરના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અને લલિત વસોયા તા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અરવિંદ લાડાણી અને કોંગ્રેસના હીરાભાઈ  ભાજપના અરવિંદ લાડાણી અને કોંગ્રેસના હરિભાઈ કણસાગરા વચ્ચે સીધો જંગ છે ત્યારે આવતીકાલે નાર મતદાનમાં જુનાગઢ જિલ્લાના માણાવદર બેઠકમાં ૧.૨૯ લાખી વધુ પુરુષો અને ૧.૧૯ લાખી વધુ મહિલાઓ મળી ૨.૩૮ લાખ મતદારો પોરબંદર લોકસભા ઉપરાંત માણાવદર વિધાનસભાની બેઠક ની ચૂંટણીને લઇ  મતદાન કરશે.

બાણેજ મતદાન મકે એક જ મતદાર, કનકાઈ સહિત ૪ શેડો મતદાન મથક
ગીર જંગલમાં ઉનાના ભાણેજ ખાતે દેશનું એકમાત્ર એવું મતદાન મક છે કે જ્યાં એક જ મતદાર છે તેને લઈ ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ  પૂર્ણ કરવામાં આવી છે.ગીરના અડાબેટ જંગલ વચ્ચે કનકાઈ મતદાન મક ઊભું કરવામાં આવ્યું છે. જુનાગઢ થી  ૭૦ કિલોમીટર દૂર  જંગલ વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક સુવિધા ન હોવાી સેલફોન કામ કરી શકતા ની ત્યારે દર બે કલાકે મતદાન ટકાવારીના આંકડા નો રિપોર્ટ કરવાનો હોય છે જેી વાયરલેસ વોકેટોકિની મદદી મતદાન સંદર્ભિત કાર્યવાહી કરવામાં આવશે .આ મતદાન મકોમાં દુધાળા, માંણંદીયા અને રાજપરા ગામનો સમાવેશ થાય છે. કનકાઈ મતદાન મકમાં માત્ર ૧૨૧ મતદારો છે જેમાં ૬૭ પુરુષો, ૫૪ મહિલાનો સમાવેશ ાય છે તેમજ ગીર બોર્ડર વિસ્તારમાં સેડો મતદાન મક તરીકે સમાવેશ કરાયેલા માણંદિયા માં ૧૪૮ પુરુષ, ૧૩૪ થી  મળી ૧૮૨, રાજપરામાં ૫૩૭ પુરુષ, ૫૨૯ થી  મળી ૧૦૬૬, અને દુધાળામાં ૫૯૨ પુરુષ અને ૫૯૬ ી મળી૧૧૮૮ મતદારોનો સમાવેશ કરાયો છે.

સાતેય વિધાનસભા બેઠકોના ડિસ્પેચિંગ સેન્ટરો ધમધમ્યા
જૂનાગઢ લોકસભામાં આવતા વિધાનસભાની સાત બેઠકોના ડિસ્પેન્ચિંગ  સેન્ટરો ખાતેી ઈવીએમ , વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ ચુસ્ત બંદોબસ્ત સો સરકારી અને ખાનગી રિક્વીઝેટ કરેલા વાહનોમાં ૧૮૪૯ મતદાન મકો એ પહોંચાડવામાં  આવ્યાા હતા. જુનાગઢ ની ત્રણ અને ગીર સોમનાની ચાર વિધાનસભા બેઠકનો સમાવેશ ાય છે. આજે સવારી જુનાગઢ વિધાનસભા મતદાર વિભાગ માટે બહાઉદ્દીન આર્ટસ કોલેજ ખાતે ૩ રૂમ પરી ૩૬ રૂટ પર ૧૦ સરકારી, ૨૬ ખાનગી બસ તેમજ ચાર ક્યુઆરટી અને ૪૦ ઝોનલ ઓફિસરો સહિતના વાહનોમાં  વિસાવદર વિધાનસભાના વી ડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે ૧૫ રૂમ પરી ૪૭ રૂટ પર એસટી અને ખાનગી બસ દ્વારા, માંગરોળ બેઠકમાં એમ એન કંપાણી આર્ટસ કોલેજ શારદા ગ્રામ ખાતેી ૧૬ રૂમ ના ૩૨ રૂટ પર ૧૭ સરકારી અને ૧૭ ખાનગી મળી ૩૪ વાહનો માં બંદોબસ્ત ઝોનલ અધિકારી ના માર્ગદર્શન નીચે મતદાન બુ પર ઇવીએમ અને વીવીપેટ મશીન પહોંચાડવામાં આવ્યા હતા તો ગીર સોમના જિલ્લ ામાં ચાર વિધાનસભા બેઠકો પર નક્કી કરાયેલા સેન્ટરોમાં  સોમના વિધાનસભામાં પ્રભાસ જ્યોતિ એજ્યુકેશન સેન્ટર સોમના સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ૩૦ રૂમો માંી ૫૩ રૂટ પર ૧૮ એસ.ટી, ૨૨ મીની અને ૧૩ કાર સહિતના વાહનો , તાલાળા વિધાનસભામાં પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ૩૦ રૂમમાંી ૪૦ રૂટ પર ૨૨ બસ, ૭ મીની બસ, ૧૨ કાર, કોડીનાર વિધાનસભામાં શાહ એમએમ હાઇસ્કુલ ખાતેી ૧૫ રૂમમાંી ૨૭ બસ, ૮ મીની બસ, ઉના બેઠકમાં એચડી હાઇસ્કુલ ખાતે ૩ રૂમમાંી ૨૩ એસટી અને ૪ મીની બસ એમ મળી લોકસભા બેઠક પર કુલ ૨૦૦ બસ, ૮૦ ખાનગી વાહનો મળી ૨૮૦ થી  વધુ વાહનોમાં પોલીસ બંદોબસ્ત સો ૧૮૪૯ મતદાન મકો પર ઇવીએમ અને વિવિપેટ મશીન રવાના  કરી મતદાન બુ પર રાખવામાં આવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application