BREAKING NEWS

ગુજસીટોકના ગુનામાં પેંડાગેંગના 17 આરોપીઓ વેર વિખેર, અમુકને હવે ભાન થતા રાતા પાણીએ રડી રહ્યા છે

  • November 21, 2025 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં 29 ઓક્ટોબર ની મધરાત્રે મંગળા રોડ પર જંગલેશ્વરની મુર્ગા અને પેંડા ગેગ વચ્ચે ધાણી ફૂટ ફાયરિંગ ના બનાવવામાં પોલીસે ગુજશીટોકનો ગુનો નોંધી પેંડા ગેંગના 17 આરોપી ને કાયદાનું ભાન કરાવવા આખી ગેંગ ને વેર વિખેર કરી અલગ અલગ જેલોમાં ધકેલી દેતા અમુક સાગ્રીતો ને હવે ભાન થયું કે પોતે ખોટા આગેંગ સાથે જોડાયા અને હવે રાતાપાણીએ રડવાનો વખત આવ્યો છે.


એક પછી એક તમામ આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ

રાજકોટમાં ૭૧ ગુના આચરનાર પેંડા ગેંગના ૧૭ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહિતના આરોપીઓને ઝડપી લીધા બાદ આ ગેંગના વધુ ચાર આરોપીઓ દિનેશ ઉર્ફે બચુ ગોહેલ, તેના ભાઈ જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા અને ચંદ્રેશ ગોહેલની ક્રાઈમ બ્રાન્ચ એસીપી બીબી બસીયા પીએસઆઇ સી બી જાડેજા અને ટીમે ધરપકડ કરી આરોપીના રિમાન્ડ મેળવી એક પછી એક તમામ આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસે કાયદાની વ્યુહ રચના કરી

ગુજસીટોકમાં ઝડપાયેલા 17 આરોપીઓને કાયદાનું ભાન કરાવવા ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બીબી બસીયા, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ તેમજ એસઓજી પીઆઈ સંજયસિંહ જાડેજા સહિતે કાયદાની વ્યુહ રચના કરી આ ગેંગને તોડી પાડવા અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા


વ્યુહ રચના ઘડી પેંડાગેંગના ટપોરીને જુદી જુદી જેલમાં ધકેલી દીધા

કાયદાનું ભાન કરાવવા અદાલતની મંજૂરી લઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પેંડાગેંગના મુખ્ય સૂત્રધારને સાબરમતિ તેમજ અન્ય એકને દાહોદ તેમજ બીજા પાંચને ભાવનગર સહિતની જુદી જુદી જેલોમાં ધકેલી દઈ આખી ગેંગને વેર વિખેર કરી અલગ,અલગ કરી એક પણ આરોપીને રાજકોટની જેલમાં રહેવા દીધા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application