BREAKING NEWS

મનપાનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મેળવવા ૧૭ એજન્સી મેદાને:કાલે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

  • January 07, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાનો દ્વિવાર્ષિક સુરક્ષા ખર્ચ રૂ.૪૦ કરોડે પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની ગત મિટિંગમાં મિલકતોની સુરક્ષા માટે ખાનગી સિક્યુરિટી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા રજૂ થયેલી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે વિશેષ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવા નિર્ણય કર્યો હતો તે દરખાસ્ત આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ફરી નિર્ણય અર્થે રજૂ કરાઇ છે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટીને મોકલેલી દરખાસ્તમાં જણાવ્યા મુજબ કુલ ૨૫ એજન્સીના ટેન્ડર આવ્યા હતા જેમાં પાંચ એજન્સીના ટેન્ડર ડિસ્કવોલિફાઇ થયા હતા અને બાકી રહેતી ૨૦ એજન્સીમાંથી ૧૭ એજન્સીઓની ઓફર ૦.૦૧ ટકા વધુ સર્વિસ ચાર્જ સાથેની લોએસ્ટ વન હોય તેમને કામ આપવા સૂચવવામાં આવ્યું હતું.

કમિશનરે દરખાસ્તમાં જે ૧૭ એજન્સીઓને કામ આપવા સૂચવ્યું છે તેમાં અમરદીપ સિક્યુરિટી સર્વિસ, ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ, એમકે સિક્યુરિટીઝ, એસ્કોર્ટ સિક્યુરિટી સર્વિસ, જીએલએસ બિઝનેસ ઈન્ડિયા પ્રા.લિ., ગ્રોમોર સિક્યુરિટી સર્વિસ, પેન્થર સિક્યોર સોલ્યુશન્સ પ્રા.લિ.,આર.કે.સિક્યુરિટી સર્વિસ, રેઇનબો સિક્યુરિટી સર્વિસીઝ, રામદેવ સિક્યુરિટી સર્વિસ, રોયલ સિક્યુરિટી સર્વિસીઝ, શક્તિ પ્રોટેક્શન ફોર્સ પ્રા.લિ., શક્તિ સિક્યુરિટી, શંકર સિક્યુરિટી એન્ડ લેબર સર્વિસ, શિવ સિક્યુરિટી સર્વિસ, શ્રી આઇ સિક્યુરિટી, સન એન્ટ્રોપ્રાઈઝિસ સહિતનો સમાવેશ થાય છે.

દરખાસ્તમાં જણાવ્યા મુજબ, રાજકોટ મહાપાલિકાના વિવિધ સંકુલોમાં કુલ ૩૩૪ પોઈન્ટ્સ ઉપર ખાનગી સિક્યુરિટી એજન્સીના ૭૨૪ ગાર્ડ ફરજ બજાવે છે જેના દ્વિ વાર્ષિક કોન્ટ્રાક્ટનો કુલ ખર્ચ રૂ.૪૦ કરોડ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application