લાલપુરના હરીપર સીમમાં પાના ટીંચતા છ શખ્સોને ૪.૮૫ લાખના મુદામાલ સાથે એલસીબીએ પકડી લીધા હતા, રીંગ રોડ ક્રિષ્નાપાર્કમાં જુગારના અખાડામાંથી ૬ મહિલા સહિત ૭ની અટક કરવામાં આવી છે, જયારે તારમામદ સોસાયટી અને બાલનાથ સોસાયટીમાં પત્તાપ્રેમી પકડાયા હતા, આમ ચાર દરોડામાં ૧૭ની અટકાયત કરવામાં આવી છે.
જામનગર એલસીબી પીઆઇ વી.એમ. લગારીયા તથા પીએસઆઇ મોરી, પીએસઆઇ કાંટેલીયાના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદને મળેલ હકીકત આધારે લાલપુર તાલુકાના હરીપર સીમમાં મનોજભાઇ નથુભાઇ રાઠોડની વાડીના શેઢે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ૬ શખ્સોને પકડી પાડી રોકડા ૧.૫૫.૫૦૦, ૬ મોબાઇલ કિ. ૩૦ હજાર, ઇકો કાર કિ. ૩ લાખ મળી કુલ ૪.૮૫.૫૦૦નો મુખદામાલ કબ્જે કર્યો હતો.
દરોડા દરમ્યાન મોરકંડા સનસીટી-૧ પાસે રહેતા મનોજ નથુ રાઠોડ, મહાપ્રભુજી બેઠક વ્રજ વલ્લભ સોસાયટી પાછળ રહેતા બાબુ કાનજી કછટીયા, રણજીતસાગર રોડ, કીર્તી પાન પાછળ રહેતા મુકેશ પ્રાગજી ખાણધર, ઠેબા બાયપાસ ચોકડી વાડી વિસ્તાના જગદીશ નાનજી કછટીયા અને ધર્મેન્દ્ર વાલજી કછટીયા તથા ન્યુ ભાનુ પેટ્રોલ પંપ પાછળ નદી કાંઠે રહેતા ગોપાલ જેરામ કણજારીયાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં સીટી-સી પીઆઇ ડાભી અને પીએસઆઇ પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ દવે તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફના યુવરાજસિંહ, યશપાલસિંહ અને શિવભદ્રસિંહને બાતમી મળેલ કે, શહેરના રીંગ રોડ, ક્રિષ્ના પાર્ક-૨માં રહેતા સિકયુરીડી ગાર્ડ જીતુભા જાડેજા રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવી તિનપતીનો જુગાર રમાડે છે જે આધારે દરોડો પાડી તિનપતીનો જુગાર રમતા રાધેક્રિષ્ના પાર્કમાં રહેતા જીતુભા ગોવુભા જાડેજા, પટેલ પાર્કના નયનાબેન રાજેશ બુઘ્ધ, મોમાઇનગરના નિલમબા નરેન્દ્રસિંહ જાડેજા, વિકાસગૃહ રોડ પર રહેતા અંકીતાબેન અમિત કડેવાડ, નવાગામ ઘેડના રંજનબા મેઘરાજસિંહ જાડેજા સહિતનાને અટકમાં લઇ રોકડા ૧.૦૩.૫૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
આ ઉપરાંત જામનગરના તારમામદ સોસાયટી શેરી નં. ૩માં તિનપતીનો જુગાર રમતા તિરુપતી પાર્કના હેરી દોરેરાજ ક્રિષ્યચન મદ્રાસી તથા પુષ્પક પાર્કના મોહન ગોવિંદ વાજરકાને રોકડા ૧૧૧૦૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
અન્ય દરોડામાં જામનગરના બાલનાથ સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતા નાગેશ્ર્વર કોલોનીના અબ્દુલકાદર ફકરૂદીન કપાસી, મીનારાફળીના તાહેરઅલીહુશેન મોદી અને બાલનાથ સોસાયટીના મુર્તુઝા તાહેરઅલી બકરીને રોકડા ૧૦૨૫૦ ગંજીપતા સાથે દબોચી લીધા હતા.