જામનગર પંથકમાં પાના ટીંચતી ૩ મહિલા સહિત ૧૮ની અટક
શિવનગર, સતાપર, વાંસજાળીયા અને ખડધોરાજીમાં દરોડા : રોકડ, બાઇક અને ગંજીફો કબ્જે
જામનગર શહેર, જીલ્લામાં ગંજીપતા વડે જુગાર રમતા ૩ મહિલા સહિત ૧૮ની અટકાયત કરી છે, રોકડ, સાહિત્ય અને બાઇક કબ્જે લેવામાં આવ્યુ છે, શહેરના શિવનગર, જામજોધપુરના સતાપર, વાંસજાળીયા અને ખડધોરાજીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગર એલસીબીની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમી આધારે હરીયા કોલેજ પાછળ શિવનગર શેરી નં. ૨માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મહાકાળી સર્કલ, ગાયત્રીનગરમાં રહેતા હરભમ જીવણ નરા, જીવણ હરભમ નરા, ખાખીનગરના દિવ્યાબેન ખીમજી કરંગીયા, મોહનનગરના લતાબેન દિનેશ વિઠલપરા અને મોહનનગરના માયાબેન જીતેન્દ્ર સુમરીયાની અટકાયત કરી ૪૧૭૫૦ની રોકડ, ૧ મોટરસાયકલ મળી કુલ ૧.૦૧.૭૫૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
બીજા દરોડામાં સતાપર ૬૬ કેવી સબ સ્ટેશન પાસે જાહેરમાં ગંજીપતા વડે જુગાર મતા નવા સતાપર ગામના રમેશ વશરામ સુરેલા, નવઘણ ચના રાઠોડ, શૈલેષ પુના ચૌહાણને ઝડપી લઇ ૩૨૫૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી.
જામજોધપુરના વાંસજાળીયા ગામે શેરી પાસે તિનપતીનો જુગાર રમતા સતાપરના ખેંગાર ખીમા સોંદરવા, વાંસજાળીયાના અબુ ઇસ્માઇલ ચાવડા, ભાણજી પુંજા સવસાણી, અશ્ર્વીન ગાંગજી ધરસંડીયા, દિનેશ વૃજલાલ લાખાણી, ભુપત મોહન ભરડવા, કાનજી લાલજી પરમારને અટક કરી રોકડા ૧૦૨૦૦ અને ગંજીપતા કબ્જે લીધા હતા.
આ ઉપરાંત કાલાવડના ખડધોરાજી ગામે પાના ટીંચતા નિકાવાના મુકેશ પ્રેમજી પરમાર, ખડધોરાજીના જેઠા ભીમા પરમાર અને નિકાવાના સતાર આમદ ભટ્ટીને રોકડા ૩૭૪૦ અને ગંજીફા સાથે દબોચી લીધા હતા.