દ્વારકા: કલ્યાણપુરમાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં ૧૮ શખ્સો ઝડપાયા
ખાખરડા, મેવાસા, રાવલ, હરીપર અને ગઢડામાં પોલીસ પ્રગટી
ખાખરડા ગામે બાવળની ઝાળીમાં બેસીને તીનપતી નામનો જુગાર રમતા રવિરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, અને પરાક્રમસિંહ બચુભા જાડેજા નામના ત્રણ શખ્સોને પોલીસે રૂપિયા ૧૦,૧૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન સહદેવસિંહ અનોપસિંહ જાડેજા નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે.
મેવાસા ગામેથી કારૂ કરસન ગાધેર, પ્રતાપ પાલા સોલંકી અને ધવલ માલદે ગાધેર નામના ત્રણ શખ્સોને પોલીસે રૂપિયા ૩,૬૨૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
રાવલ ગામેથી સાંજના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી નામનો જુગાર રમતા ભરત સુકા વાઘેલા, દેવશી વિરમ સોલંકી અને માલદે અરભમ ગામી નામના ત્રણ શખ્સોને તેમજ હરીપર ગામેથી શૈલેષ નાજા વેસરા, રવિન્દ્રસિંહ ઉર્ફે લાલો સહદેવસિંહ જાડેજા અને દીપક જેતા પરમારને પોલીસે જુગાર રમતા ઝડપી લઈ, મુદ્દામાલ કબજે કર્યો હતો. કલ્યાણપુરના ગઢડામાં ૬ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા.