જામનગરમાં પાણીના વેડફાટ સબબ ૧૮ નળજોડાણ કટ,૭૫૯૫૦ દંડની વસૂલાત
જામનગરમાં પાણીનો વેડફાટ કરતા ૧૮ આસામીના નળજોડાણ કટ કરાયા છે. જયારે ૬૬૩ આસામીને નોટીસ ફટકારાઇ છે. અત્યાર સુધીમાં ખાસ ઝુંબેશ અંતર્ગત કુલ રૂ.૭૫૯૫૦ દંડની વસૂલાત કરાઇ છે.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરમાં કિંમતી જળસંપત્તિનો બગાડ અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વોટર વર્કસ શાખા દ્વાર સઘન ચેકિંગ અને શિક્ષાત્મક કાર્યવાહી ચાલી રહી છે. જામનગરના વિવિધ વિસ્તારોમાં પાણીનો વેડફાટ કરતા લોકો સામે દંડકીય પગલાં લેવામાં આવ્યા છે.
ઝુંબેશની શરૂઆતથી અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા કુલ ૬૬૩ આસામીઓને પાણી વેડફાટ અંગે નોટિસ આપવામાં આવી છે. કડક કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ રૂ.૭૫,૯૫૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વારંવાર તાકીદ કરવા છતાં પાણીનો બગાડ કરતા હોય તેવા કુલ ૧૮ આસામીઓના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.પાણી વેડફાટ અટકાવવાની ઝુંબેશ અંતર્ગત શહેરના ૧૩ ઝોનમાં નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં ગોકુલ નગર ઝોનમાં ૧૪૩, સમર્પણમાં ૮૮, ગુલાબનગરમાં ૮૩, રવિ પાર્કમાં ૭૩, જામનું ડેરુ/પાબારી ઝોનમાં ૫૦, શંકર ટેકરી અને મહાપ્રભુજી બેઠક ઝોનમાં ૪૧-૪૧, રણજીતનગર અને જ્ઞાનગંગા ઝોનમાં ૩૩-૩૩, સોલેરિયમ અને નવાગામ ઝોનમાં ૨૩-૨૩ તેમજ બેડી અને પવનચક્કી ઝોનમાં ૧૬-૧૬ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આમ, મહાનગરપાલિકા દ્વારા કુલ મળીને ૬૬૩ લોકોને પાણીના બગાડ સબબ નોટિસ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application