જામનગરના મોરકંડા પાટીયા પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા સાત શખ્સોને કુલ ૧.૯૦ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા, જયારે કામળીયા વાસમાં તિનપતીનો જુગાર રમતા છ શખ્સો ઝપટમાં આવ્યા હતા. તેમજ ધરારનગર છ પત્તાપ્રેમી ઝપટે ચડયા હતા.
મોરકંડા પાટીયા પાસે કેટલાક શખ્સો જુગાર રમે છે એવી બાતમી એલસીબીના ઘનશ્યામભાઇ, અરજણભાઇ અને કિશોરભાઇને મળી હતી જેના આધારે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા દરેડમાં રહેતા જુનેદ ઉર્ફે બોદીયો જુસબ ખફી, સઇના વંડા ખાતે રહેતા મહેબુબ ઉર્ફે દાબેલી સતાર ચુડાસમા, ખોજાનાકે રહેતા ફીરોજ ઇસ્માઇલ ઉનડ, હર્ષદમીલની ચાલી નજીક શાળા નં. ૨૦ નજીક રહેતા યાસીન કાસમ ડોસાણી, ઘાંચી કબ્રસ્તાન પાસે રહેતા અસલમ ગફાર નોયડા, શાળા નં. ૨૦ની બાજુમાં રહેતા વસીમ કાસમ ખીરા અને રિઘ્ધી સિઘ્ધી સોસાયટીમાં રહેતા અફઝલ ઇકબાલ ખીરા નામના શખ્સોને રોકડા ૩૦૫૦૦, ૭ મોબાઇલ, ૨ મોટરસાયકલ મળી કુલ ૧.૯૦.૫૦૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં શહેરના દિ.પ્લોટ, ૪૯ કામળીયાવાસમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા હોવાની બાતમી આધારે પ્લોટ ચોકીના સ્ટાફના વિજયભાઇ, યોગેશભાઇ અને ભગીરથસિંહ વિગેરે દ્વારા દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા કામળીયા વાસના મહેશ ઉર્ફે મયુર બાબુલાલ કટારમલ, શંકરટેકરીના હુશેન અલી કથીરી, કામળીયા વાસના વિશાલ નરશી ચૌહાણ, મહેન્દ્રસિંહ કરશનસિંહ જાડેજા, રાજેશ સવજી ચૌહાણ અને કિરીટસિંહ નારણજી જાડેજાને પકડી ૧૦૨૦૦ની રોકડ કબ્જે કરી હતી.
આ ઉપરાંત શહેરના ધરારનગર વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી-બી પોલીસે દરોડો પાડી જુગાર રમતા ધરારનગરના આરીફ ઉમર નાઇ, હનુમાન ટેકરીના રાયમલ હાજી ધુંધા, ધરારનગરના સલીમ મામદ કાયાણી, ઇમરાન ઇબ્રાહીમ ધુંધા, અજીજ કાસમ હાલેપોત્રા અને અનીષ અબ્બાસ જુણેજા નામના શખ્સને રોકડ ૧૪૪૯૦ સાથે પકડી લીધા હતા.