બેટ દ્વારકામાં ટ્રાફિક નિયમભંગ કરનાર ૧૯ વાહનો ડિટેઇન
૧૭ રિક્ષા અને ૨ બાઈક સામે કાર્યવાહી, શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા ચેકિંગ
બેટ દ્વારકામાં વધતી વાહનવ્યવહારની અવરજવર વચ્ચે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા જિલ્લા ટ્રાફિક પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી પોલીસે કુલ ૧૯ વાહનો ડિટેઇન કર્યા હતા.
જિલ્લા ટ્રાફિક ઙજઈં જે.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહીમાં નિયમોનું ઉલ્લંઘન કરતા ૧૭ રિક્ષા અને ૨ મોટરસાયકલ મળી કુલ ૧૯ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.
બેટ દ્વારકા ધાર્મિક સ્થળ હોવાથી અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની અવરજવર રહે છે. જેના કારણે વાહનવ્યવહાર વ્યવસ્થિત રહે અને રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું.
ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ આગામી દિવસોમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવાયું છે.