BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરમાં પોલીસનું કોમ્બિંગ: રાણ ગામમાંથી દેશી દારૂની ૨ ભઠ્ઠી ઝડપાઈ

  • August 03, 2026 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરમાં પોલીસનું કોમ્બિંગ: રાણ ગામમાંથી દેશી દારૂની ૨ ભઠ્ઠી ઝડપાઈ

કુલ ૧૪ કેસમાં રૂ.૪૨,૮૪૦નો મુદ્દામાલ જપ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂ-જુગારના અડ્ડાઓ પર સખત કાર્યવાહી કરવા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા આપેલી સૂચના મુજબ કલ્યાણપુર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે રાણ ગામના વાડી વિસ્તારમાંથી ચાલી રહેલી દેશી દારૂ બનાવવાની બે અલગ-અલગ ભઠ્ઠીઓ પકડી પાડી હતી.

આ દરોડા દરમિયાન પોલીસે પ્રતાપભાઇ ખેતસીભાઇ શાખરા અને જીવાભાઇ કેશવભાઇ શાખરા (બંને રહે. રાણગામ, તા. કલ્યાણપુર) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. સ્થળ પરથી પોલીસે ૧૫૬ લીટર દેશી દારૂ, ૨૬૦ લીટર આથો તથા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધન-સામગ્રી સહિત કુલ રૂ. ૪૨,૮૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કલ્યાણપુર પોલીસે સમગ્ર વિસ્તારમાંથી પ્રોહિબિશન હેઠળ કુલ ૧૪ કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સફળ કામગીરી પી.આઈ. આર.એન. હાથલીયા, પી.એસ.આઈ. કે.પી. ઝાલા તથા સર્વેલન્સ અને કલ્યાણપુર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application