BREAKING NEWS

રોડ પર ચીસાચીસ મચી ગઈ... બોટાદ પાસે પીકઅપ વાન પલ્ટી, બેના મોત, 16થી વધુ ઈજા, તમામ એક જ પરિવારના લોકો

  • December 28, 2025 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોટાદ નજીક એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેના કારણે રોડ પર ચીસાચીસ મચી ગઈ હતી. એક જ પરિવારના સભ્યોથી ભરેલી પિકઅપ વાન અચાનક પલ્ટી મારી જતા બે લોકોના મોત થયા તેમજ 16થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 


ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

મળતી માહિતી મુજબ, બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતો એક પરિવાર પિકઅપ વાનમાં સવાર થઈને કોઈ સામાજિક પ્રસંગે કે કામ અર્થે બહારગામ જઈ રહ્યો હતો. પિકઅપ વાન જ્યારે મિલિટરી રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા વાન જોરદાર પલટી ખાઈ ગઈ હતી. વાન પલટી જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિતના સભ્યો ફંગોળાયા હતા. જેમાં બે વ્યક્તિના કરુણ મોત નિપજ્યા હતા અને એક જ પરિવારના 16થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે નજીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.


ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી 

અકસ્માત થતાં જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application