ભાવનગર રેલ્વે મંડળ સિંહો-વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ગાડીઓનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાઇલોટની સતર્કતાના કારણે આ નાણાકીય વર્ષમાં એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ ૪૪ સિહોંના જીવ બચ્યા છે.
ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ, માશૂક અહમદે જણાવ્યું હતું કે ૧૯ઓગસ્ટને સોમવારના રોજ, લોકો પાઇલટ વિવેક વર્મા, (હેડક્વાર્ટર સુરેન્દ્રનગર) અને સહાયક લોકો પાઇલટ રાહુલ સોલંકી, (હેડક્વાર્ટર બોટાદ) જ્યારે માલગાડી નંબર ઙઙજઙ/ ઈંઈઉઉ ઉ/જ, પર પીપાવાવ રાજુલા સેક્શનમાં કિ.મી. ૨૧/૮ પર ૦૫.૩૦ વાગ્યે કામ કરી રહ્યા હતા. તે વખ્તે ફોરેસ્ટ ટ્રેકરે લાલ બત્તી બતાવી હતી. લાલ બત્તી ને જોઈને લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ગાડીને અટકાવી દીધી હતી. ફોરેસ્ટ ટ્રેકર ભરતભાઈ અને ભોલાભાઈએ માહિતી આપી હતી કે રેલ્વે પાટા પર ૨ સિંહો બેઠા છે. થોડા સમય પછી, ફોરેસ્ટ ટ્રેકર તરફથી પાટા ક્લિયર થવાના સંકેત મળ્યા બાદ, ગાડીને સાવચેતીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ ખસેડવામાં આવી હતી.
માહિતી મળતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા દ્વારા લોકો પાઇલોટ્સના આ પ્રશંસનીય કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech